લાલ કિલ્લાના વિસ્ફોટથી દિલ્હીમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓની દર્દનાક યાદો ફરી આવે છે
2011 પછી દિલ્હીમાં આ પહેલો મોટો વિસ્ફોટ છે.શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું હતું કે CNG કારમાં આગ લાગી હતી, પરંતુ વિનાશ જોયા પછી, વિવિધ શંકાઓ ઉભી થઈ છે. જો કે, આ પહેલી વાર નથી જ્યારે દિલ્હી વિસ્ફોટોથી હચમચી ગયું હોય. દિલ્હીમાં પહેલા પણ અનેક જીવલેણ વિસ્ફોટ થયા છે.
- Advertisement -
એકલા 1997ના વર્ષમાં આવી છ જેટલી ઘટનાઓ ઘટી હતી.
9 જાન્યુઆરી, 1997ના ITO (દિલ્હી પોલીસ મુખ્યાલય સામે) બોમ્બ વિસ્ફોટમાં 50 લોકો ઘાયલ થયા.
1 ઓક્ટોબર, 1997ના સદર બજાર (જુલૂસ પાસે) બે બોમ્બ વિસ્ફોટમાં 30 લોકો ઘાયલ થયા
- Advertisement -
10 ઓક્ટોબર, 1997ના શાંતિવન, કૌરિયા બ્રિજ, કિંગ્સવે કેમ્પમાં ત્રણ બોમ્બ વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત અને 16 ઘાયલ થયા.
18 ઓક્ટોબર, 1997ના રાની બાગ બજારમાં બે બોમ્બ વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત અને 23 ઘાયલ થયા.
26 ઓક્ટોબર, 1997ના કરોલ બાગ બજારમાં બે બોમ્બ વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત અને 34 ઘાયલ થયા.
30 નવેમ્બર, 1997ના લાલ કિલ્લો વિસ્તારમાં બે વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 70 ઘાયલ થયા.
વર્ષ 2001 થી અત્યાર સુધીમાં આવી છ ઘટનાઓ દિલ્હીમાં ઘટી છે..
13 ડિસેમ્બર, 2001 ના સંસદ ભવન પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કર્યો, જેમાં 12 લોકોના મોત થયા.
22 મે, 2005 ના લિબર્ટી અને સત્યમ સિનેમા હોલમાં બે શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 1 લોકોનું મોત અને 60 ઘાયલ થયા.
29 ઓક્ટોબર, 2005 ના ધનતેરસના દિવસે સરોજિની નગર, પહાડગંજ અને ગોવિંદપુરીમાં ત્રણ બજારો અને એક બસમાં વિસ્ફોટમાં 62 લોકોના મોત અને 210 ઘાયલ થયા લશ્કર-એ-તૈયબાએ જવાબદારી લીધી.
14 એપ્રિલ, 2006 ના જામા મસ્જિદમાં બે વિસ્ફોટમાં 14 લોકો ઘાયલ થયા.
13 સપ્ટેમ્બર, 2008 ના કરોલ બાગ (ગફ્ફર માર્કેટ), કનોટ પ્લેસ અને ગે્રટર કૈલાશ-1માં 45 મિનિટમાં પાંચ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 30 લોકોના મોત અને 100+ ઘાયલ થયા; ઇન્ડિયન મુજાહિદ્દીએ ઇમેઇલ દ્વારા ચેતવણી આપી અને ચાર બોમ્બ નિષ્ક્રિય
7 સપ્ટેમ્બર, 2011 ના દિલ્હી હાઈકોર્ટના ગેટની બહાર વિસ્ફોટમાં 9 લોકોના મોત અને 50 ઘાયલ થયા.




