‘આજે તો મારી જ નાખવો છે’ કહી ધમકી આપી : પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટ કારણભૂત
ફાયરિંગની ચર્ચાએ અધિકારીઓ દોડ્યા, પણ અફવા જ નીકળી : પિતા-પુત્ર સહિત સાત સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલનગરમાં મોડી રાત્રે મારામારીના બનાવમાં ફાયરિંગની અફવાથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી બનાવને પગલે રાત્રે ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ, એસઓજી, ક્રાઈમ બ્રાંચની ટીમો દોડી ગઈ હતી હુમલો કરનાર પૈકી એક વ્યક્તિ પાસે લાયસન્સ વાળી બંદૂક હોય જેથી ફાયરિંગની વાત ઉપજાવી કાઢી હતી પાર્કિંગ મુદ્દે થયેલ મારામારીમાં ઘવાયેલા વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ મોરબી રોડ ઉપર રતનપર ગામે રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવતા સંજય અભયસિંગભાઈ રાઠોડ ઉ.39એ રેલનગર અમૃત રેસીડેન્સી 3માં રહેતા જીતુ ગોવિંદભાઇ ચાવડા, ગોવિંદભાઇ ચાવડા અને પાંચ અજાણ્યા શખ્સો સામે પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના રેલનગર અમૃત રેસીડેન્સી – 3 ખાતે મારા ભાઈ પરેશભાઈના ઘરે મારા પત્ની મીરાબેન ગયા હતા ત્યાં હું કાર લઇને તેડવા ગયો હતો આજથી ત્રણ ચાર દિવસ પહેલા વાહન પાર્કીંગ બાબતે જીતુ ચાવડા તેના પિતા ગોવિંદભાઈ સાથે બોલાચાલી મન દુ:ખ થયું હતું તે બાબતે તેની ઓફીસે સમાધાન કરવા માટે ગયો હતો ત્યારે તેની ઓફીસની બહાર જ બંને પિતા-પુત્ર તેમજ તેની સાથે હાજર ત્રણ અજાણ્યા માણસો બેજબોલનો ધોકો અને બે લોકો લાકડી લઇ ઉભા હતા અને મેં જીતુને કાંઈ વાત કરું તે પહેલા જીતુએ કહેલ કે, તું કોણ છો તેમ કહી જીતુએ મને લાફો મારી દીધો હતો અને પછી આ બધા એક સાથે મને ધોકા અને લાકડી વડે આડેધડ માર મારવા લાગ્યા હતા જેથી હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી ગયો હતો આ સાતેય મારી પાછળ અપશબ્દો બોલતા અને ઉભો રહે તને જાનથી મારી નાખવો છે તેમ બોલતા હતા હું જેમ તેમ કરીને મારા ભાઈ પરેશભાઈના ઘરે જતો રહ્યો હતો અને આ લોકો જતા રહ્યા હતા ત્યાર બાદ આ બનાવ બાબતે મેં મારા પરિવારને વાત કરતા મારા ભાઈ પરેશભાઈએ 108માં ફોન કરતા 108 આવી જતા તેમાં મને સારવારમાં લાવ્યા હતા આ મારામારીમાં મને ખંભામાં તથા અને પગના સાથળ પર અને શરીરના અન્ય ભાગોમાં મુંઢ ઇજા થઇ છે મારામારીમાં મારા બે મોબાઇલ ફોન તોડી નાખ્યા છે સંજય રાઠોડના નિવેદન પરથી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાખલ કર્યો છે.
પ્રારંભે ફાયરિંગ થયાની ચર્ચાએ જોર પકડતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા નહિ મળતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે પણ આરોપીઓ ડીવીઆર કાઢી લઇ ગયા હોય તે કબ્જે લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપીની ઓફિસમાંથી બે બોટલ દારૂ મળતા અલગથી ગુનો નોંધાયો
ઉપરોક્ત મારામારીના બનાવ બાદ પ્રનગર પીઆઇ વસાવા સહિતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી દરમિયાન સ્ટાફે ગોવિંદભાઇ ઉગાભાઇ ચાવડાની ઓફિસની જડતી લેતા તેમાંથી બે બોટલ દારૂ મળી આવતા તૌફિકભાઈ મંધરાએ ફરિયાદી બની 3000ની કિંમતનો બે બોટલ દારૂ કબ્જે કરી ગોવિંદભાઇ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -



