રાજકોટ શહેરમાં ફોર વ્હીલરના પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ
નવી સિરિઝમાં પસંદગીના નંબરની છઝઘને 54 લાખથી વધુની આવક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વર્તમાન સમયમાં માત્ર લકઝરીયસ કાર જ નહીં પરંતુ તેમાં VIP નંબર લેવા પાછળ પણ પૈસા ખર્ચી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ફોર વ્હીલરના પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. છઝઘમાં તાજેતરમાં ફોર વ્હીલરમાં નવી PM સિરીઝ આવતા પસંદગીના નંબરો લેવા માટે બોલી લગાવવામાં આવી રહી છે. જેના થકી રાજકોટ RTOને રૂપિયા 54 લાખથી વધુની આવક થઈ છે. ફોર-વ્હીલરમાં નંબર 1 લેવા માટે ગ્રાહકે સૌથી વધુ રૂપિયા 24.78 લાખ જ્યારે નંબર 5 માટે રૂપિયા 5 લાખ 92 હજાર બોલી લગાવવામાં આવી છે. હવે આગામી એક સપ્તાહની અંદર આ રકમ ભરપાઈ કરવાની રહેશે, જો પૂરતી રકમ ભરપાઈ ન થાય તો જે તે નંબર માટે ફરી રી-ઓક્શન થઇ શકે છે. ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરો થકી રૂ.54 લાખથી વધુની બોલી બોલાઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા રહી હતી જેના માટે પ્રકાશભાઈ ચાવડા દ્વારા 24.78 લાખની બોલી બોલાઈ છે. જયારે 5 નંબર માટે 5.92 લાખ, 555 નંબર માટે 5.08 લાખ, 1111 નંબર માટે 4.81 લાખની બોલી બોલાઈ છે.
ગુજરાતમાં પહેલી B6 બેટમેન એડિશન આવી
રાજકોટમાં GJ.03 પીએમ સિરીઝમાં 1 નંબર માટે સૌથી વધુ બોલી 24.78 લાખની બોલનાર પ્રકાશભાઈ પ્રભાતભાઈ ચાવડા દ્વારા કાળા કલરની ડિફેન્ડર કાર ખરીદ કરવામાં આવી છે, જયારે 999 નંબર માટે 3.44 લાખની બોલી લગાવવામાં આવી હતી અને આ નંબર કાળા કલરની ગુજરાતની પહેલી ઇ6 બેટમેન એડિશનના માલિક નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
નંબર માટે કેટલા રુપિયાની બોલી લાગી?
પસંદગીના નંબર અરજદાર રૂપિયા
0001 પ્રકાશભાઈ ચાવડા 24,78,000
0005 નિકુંજભાઇ 5,92,000
0555 મયૂરભાઈ કુવડિયા 5,08,000
1111 ઉત્સવ દોષી 4,81,000
0099 જીતેન શિંગાળા 3,91,000
0999 જાડેજા નરેન્દ્રસિંહ 3,44,000
7777 લીલાબેન વોરા 3,41,000
8888 રમાબેન વેકરિયા 2,80,000
0019 ડોડિયા પરેશભાઈ 2,51,000
0073 ચેતનભાઇ 2,11,000
7000 જીગર મોલિયા 1,63,000
0002 નયનાબેન 1,60,000
0011 હિતેન્દ્રસિંહ ઝાલા 1,28,000
0012 ચેતનકુમાર બાર 1,07,000
5555 સાવન ભાલોડિયા 1,01,000



