કેટરિના અને વિકીએ તેમના પ્રથમ બાળકના જન્મની ઘોષણા એક સરળ, ભાવનાત્મક સંદેશ સાથે કરતાં ચાહકો અને સ્ટાર્સ પ્રેમ વરસાવે છે.
બોલિવૂડના પાવર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના ફેન્સ માટે એક મોટી ખુશખબર આવી છે. લગ્નના લાંબા સમય બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરનાર આ જોડીના ઘરે નાના રાજકુમાર (દીકરા)નું આગમન થયું છે. વિક્કી કૌશલે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે અને પોતાને ‘બ્લેસ્ડ’ અનુભવતા હોવાનું જણાવ્યું છે.
- Advertisement -
વિક્કીની ભાવુક પોસ્ટ
વિક્કી કૌશલે ચાહકોને આ ખુશખબર આપતા લખ્યું કે, “અમારી ખુશીનું રમકડું આ દુનિયામાં આવી ગયું છે. અમે બંને ખુશીથી હરખાઈ ગયા છીએ, કારણ કે તે અમારી ખુશી છે અને ભગવાનનો આભાર માનીએ છીએ કે તેમણે અમને જીવનમાં પુત્ર આપ્યો છે. 7 નવેમ્બર 2025, કેટરીના અને વિક્કી.”
- Advertisement -
View this post on Instagramઇન્ડસ્ટ્રી તરફથી શુભેચ્છાઓનો ધોધ
આ સમાચાર મળતાની સાથે જ માત્ર ફેન્સ જ નહીં, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મનીષ પૉલે લખ્યું છે કે, “સમગ્ર પરિવાર અને ખાસ કરીને તમને બંનેને બાળક આવ્યા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” રકુલ પ્રીત સિંહે પણ ખુશી વ્યક્ત કરી છે, જ્યારે અર્જુન કપૂર અને હુમા કુરેશીએ રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વરસાવ્યો છે.
ફેસ રિવિલનો ટ્રેન્ડ
વિક્કી અને કેટરીનાના બેબીની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ હવે બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે, હવે ફેન્સ આશા રાખી રહ્યા છે કે કપલ જલ્દી બાળકનો ચહેરો જાહેર કરે. પરંતુ હાલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સ્ટાર્સ તરત જ પોતાના બાળકનો ચહેરો સોશિયલ મીડિયા પર શેર કરતા નથી અને બાળક થોડું મોટું થાય પછી જ તેને જાહેર કરે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરી ‘દુઆ’નો ચહેરો જાહેર કર્યો હતો, જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે વિક્કી અને કેટરીના તેમના પુત્રનો ચહેરો ક્યારે જાહેર કરે છે.




