છેલ્લા પાંચથી પોલીસ એક્શન મોડમાં આવી છે ખરેખર 365 દિવસ એક્શન મોડમાં રહેવાનું હોય
રાજકોટ પોલીસ સામાન્ય પ્રથા સામે સિંઘમ બને છે અને ગુનેગારોની સામે ચિંગમ હોય છે : દિનેશ જોશી, પ્રમુખ આપ રાજકોટ શહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા ચાર-પાંચ દિવસથી રંગીલા રાજકોટની શાન રાત્રીનો માહોલ ખરાબ થઇ રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ રાત્રીના 11 વાગતા જ રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને લારીઓ ઉપર જઈ બંધ કરાવવા દબાણ કરાવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ એકશન મોડમાં આવી રહી હોય તો આ કામ પોલીસનું પ્રજાજનો હિત માટે 365 દિવસ કરવાનું હોય પણ જયા ન્યુસન્સ અને અસામાજિક તત્વો વિરૂદ્ધ હાલ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહેલ અને તેનો સીધો માર ચા-પાનની દુકાન, ખાણીપીણીનો ધંધો કરી ગજરાન ચલાવતા નાના વેપારી ઉપર જે દમન થઈ રહ્યુ છે તે કેટલુ વ્યાજબી છે?
ગુનેગારો સામે ચિંગમ અને સામાન્ય પ્રજાજનો સામે સિંઘમ બનવું સહેલુ છે રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ કહેવાતી બ્રાન્ચ પૈકી ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી તથા જે તે વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમમાં ફરજ બનાવતા પોલીસ કર્મચારીઓને રાજકોટના ભુગોળથી વાકેફ છે તો આ પછી જયાં ખરેખર વિદેશદારૂ, દેશી દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા હોય ત્યાં કેમ રાજકોટ શહેર પોલીસ ગેરહાજર જોવા મળે છે તો સૌ પ્રથમ તો રાજકોટની પ્રજાને આ દુષણમાંથી મુકત કરાવવી એ રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ ફરજ બને છે નહી કે રાત્રીના સમયે ખાણી પીણી ચા-પાનના ગલ્લાઓ બંધ કરાવવાથી.



