રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવા માટે કમલમમાં સેન્સ લેવાઈ
પ્રદેશના અગ્રણીઓએ માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં વરિષ્ઠ નેતા પાસેથી સંગઠનલક્ષી વિસ્તૃત માહિતી મેળવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવા સંગઠન માટે રાજકોટ આવેલા નિરીક્ષક ભરતસિંહ પરમાર અને બીજલબેન પટેલે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી અને સંગઠનલક્ષી વિસ્તૃત માહિતી મેળવી હતી.
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની કવાયત શરૂ થઈ છે. પ્રદેશ ભાજપના નિરીક્ષકોની રાજકોટ કમલમમાં બેઠક થઈ હતી અને ભરતસિંહ પરમાર, બિજલ પટેલ નિરીક્ષકની જવાબદારી નિભાવી હતી. શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સાથે એક બેઠક યોજી હતી. સંગઠનની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ સક્રિય બન્યા છે. આ જ કડીમાં તાજેતરમાં ભરતસિંહ પરમાર અને બીજલબેન પટેલે સંગઠન સંબંધિત વિસ્તૃત માહિતી મેળવવા માટે વરિષ્ઠ નેતાઓની મુલાકાત લીધી હતી.
બંને અગ્રણીઓએ માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં પૂર્વ રાજ્યપાલ અને કર્ણાટકના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંગઠનની વર્તમાન સ્થિતિ અને ભાવિ રણનીતિ અંગે વજુભાઈ વાળા પાસેથી વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ મુલાકાત સંગઠનાત્મક બાબતોને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં 14 માંથી 10 નામ સંઘ અને તેની ભગિની સંસ્થા એબીવીપી તેમજ વિહિપ સાથે જોડાયેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે હવે નવા સંગઠન માળખામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખી આખું માળખું તૈયાર કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.



