સરકારી હુકમ વગર ખાનગી કંપની ખેતરમાં ઘૂસી જતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની સાથે વારંવાર ખેડૂતોને ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે ત્યારે હાલમાં જ કંકાવટી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી આ ડાયન કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે માથાકુટ પણ સર્જાઈ હતી જોકે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જે બાદ ફરીથી ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજ વાયરનું કામ કરવા માટે ખેતરમાં જતા 15થી 20 ખેડૂતો એકઠા થયા હતા કંપનીનું કામ અધવચ્ચે રોકાયું હતું ખેડૂતોને પૂરતું વળતર નહીં મળ્યું હોવાના લીધે કામ બંધ કરાવ્યું હતું જોકે આ વખતે પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી થતી હોવાથી ખેડૂતો સાથે ઘર્ષણ થાય તે પૂર્વે જ પોલીસની ખડે પગે રહી હતી આ તરફ ખેડૂતો દ્વારા સરકારી હુકમ વગર કર્મચારીઓ ગેરકાયદેસર પોતાના ખેતરોમાં ઘૂસી કામગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.



