વિધાનસભા-68ના વોર્ડ નં. 1માં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
વોર્ડ નં.1માં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને અપનાવી દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા જણાવેલ છે આપણે સહુ આ માટે સહભાગી બની દેશને મજબૂત બનાવવા જણાવેલ હતું. આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન- નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, હિરેન ખીમાણીયા તેમજ વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી અને સંગઠનની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ અને આ કાર્યક્રમની આભારવિધિ કાથડભાઈ ડાંગરે કરેલ હતી.



