જંગલેશ્ર્વરમાંથી સ્કોર્પિયો અને પેંડાના સાગરીતની કાર પોલીસે કરી કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલ અંધાધુંધી ફાયરીંગના ચકચારી બનાવમાં પોલીસે 15 આરોપીઓની ઘરપકડ કરી છે આ ફાયરીંગમાં ઉપયોગમાં લેવાયેલી જંગલેશ્વરના શખ્સની સ્કોર્પીયો અને પેંડા ગેંગને મદદ કરનારની કાર કબજે કરી તપાસ કરતા સ્કોર્પીયો રાધીકાના નામની હોવાનુ બહાર આવતા પોલીસે રાધીકાની પુછતાછ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના મંગળા રોડ પર ભયલુ તેની સ્ત્રી મિત્રને લઈને દવા લેવા માટે નિકળતા જંગલેશ્વરની મહિલા બુટલેગરના પતિને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હોય જેથી તેનો પુત્ર સંજય સહીતના પરીવાર અને તેના મિત્રો મુરઘો સહિતના બેઠા હોય તે દરમ્યાન ભયલુને જોઈ તેનો પીછો કર્યો હતો. બાદમાં ભયલુએ ફોન કરી તેની ટોળકીને બોલાવી મોડી રાત્રીના અંધાધુંધ ફાયરીંગ કર્યા હતા બંને પક્ષે સામસામે ફાયરીંગ કર્યા હતા.
બનાવ અંગે એ ડીવીઝન પીએસઆઈ રાણાની ફરીયાદ પરથી 11 શખસો સામે ગુનો નોધી એસઓજીએ અત્યાર સુધીમાં 15 શખસોની ધરપકડ કરી હતી વધુ તપાસમાં ભયલુની ટોળકીએ ફાયરીંગ કર્યા બાદ દેવપરામાં રહેતો ભરત રમેશ ડાભી તેની કારમાં ભયલુની ટોળકીને દ્રારકા મુકવા ગયાનુ બહાર આવતા પોલીસે તેની કાર કબજે કરી હતી દરમિયાન મંગળા રોડ પર અંધાધુંધી ફાયરીંગમાં સોહીલ ઉર્ફે ભાણો સ્કોપીયો કારમાં આવ્યાનુ બહાર આવતા પોલીસે સ્કોર્પિયો કાર કબજે કરી તપાસ કરતા તે કાર ગોકુલધામમાં રહેતી રાધીકાના નામની હોય પોલીસે રાધીકાની અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી. તે ઉપરાંત જંગલેશ્વરની ગેંગનો સુત્રધાર સહીતના આરોપીઓ હજુ પણ પોલીસ પકકડ થી દૂર હોય તેને પકડવા કાર્યવાહી કરી છે.



