ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં ગુરુનાનક જયંતીના 15 દિવસ પૂર્વે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સતત 15 દિવસ સુધી પ્રભાતફેરી, કીર્તન, લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે તા. 2 ના રવિવારે સતત 27માં વર્ષે નગર ર્કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુરુનાનક ચોકથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી ગુરુગ્રંથ સાહેબ સાથે નગરકિર્તનનું આયોજન કરાયું હતું.જેમાં જુનાગઢના ગીરીશભાઈ વિધાણીની મંડળી દ્વારા કથા કિર્તનનું રસપાન કરાયું હતું.નગરકિર્તનમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા ગયા.આ ઉપરાંત સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ અને બહેનો માટે આરતી સ્પર્ધા તેમજ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુનાનક કીર્તન મંડળીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
વેરાવળમાં આવતીકાલે 556મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
વેરાવળમાં 556મી ગુરૂનાનક જયંતીની આવતી કાલે બુધવારે તા.5મીએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.વહેલી સવારે 5:30 કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારાથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ 11:30 કલાકે ભોગ સાહેબ, બપોરે 1:30 કલાકે સમૂહ લંગર પ્રસાદ, બપોરે 4 કલાકે શોભાયાત્રા શહેરના લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ થઈ, ગુરૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળશે.ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન, રાત્રે 12 કલાકે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે 15 દિવસ દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓનું ઇનામ વિતરણ સાથે વિવિધ સ્પર્ધાઓ, રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવશે. જેમાં સિંધી સમુદાયના લોકોને જોડાવવા ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -



