માવઠા બાદ ખેતરમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી આવીરત કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકસાન સામે આવ્યું છે જેમાં રાજ્યમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોના બાગાયતી પાક લગભગ નષ્ટ રહી ચૂક્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ તથા મગફળી જેવા પાકમાં મોટી નુકશાન થયું હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. ધ્રાંગધ્રા પંથકના લગભગ તમામ ગામોમાં માવઠાને લીધે ખેડૂતોના મોઢામાં આવેલો કોડીયો કુદરતે છીનવી લીધો છે કમોસમી વરસાદી વાતાવરણ બાદ ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ કપાસ અને મગફળી જેવા પાકો તો નષ્ટ થયા છે સાથે જ ખેડૂતોને એક વીઘા દીઠ આશરે 15 થી 20 હજાર રૂપિયાનું ખાતર, બિયારણ સહિતના ખર્ચાનુ પણ નુકસાન સામે આવ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સર્વે કામગીરીના નાટક વગર પાક નુકસાની તાત્કાલિક વળતર ચૂકવવા ઉગ્ર માંગ કરી છે.



