શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે બુધવારે સીબીએસઇ, એનસીઇઆરટી, કેવીએસ, એનવીએસ સહિત નિષ્ણાત સંસ્થાઓને એકસાથે લાવીને હિતધારક પરામર્શ યોજ્યો હતો.
દેશમાં ધોરણ 3 થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ (CT) પરનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા સાથે સુસંગત રહેશે. તે 2026-27 શૈક્ષણિક વર્ષમાં શરૂ થશે.
- Advertisement -
AI અને CT અભ્યાસક્રમ માટે સમય ફાળવણી અને સંસાધનોને એકીકૃત કરવામાં આવશે. ડિસેમ્બર 2025 સુધીમાં સંસાધન સામગ્રી, હેન્ડબુક અને ડિજિટલ સંસાધનો વિકસાવવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કોમ્પ્યુટેશનલ વિચારસરણીને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગમાં કામ કરે છેઃ વિભાગનું કહેવુ છે કે તે ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગના રૂપમાં આ અભ્યાસક્રમ વિકસાવવામાં આવી રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ CBSE, NCERT, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને આ યોજના પર કામ કરી રહ્યું છે.
શીખવાની અને વિચારવાની વિભાવના મજબૂત થશે
આ સંયુક્ત પ્રયાસ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક 2023 હેઠળ એક સમાવિષ્ટ અને અર્થપૂર્ણ અભ્યાસક્રમ વિકસાવવા માટે કામ કરી રહ્યો છે. મંત્રાલય જણાવે છે કે કૃત્રિમ બુદ્ધિ અને કોમ્પ્યુટેશનલ વિચારસરણી (AI અને CT) શીખવા, વિચારવા અને શિક્ષણના ખ્યાલોને મજબૂત બનાવશે. તે જાહેર લાભ માટે અઈં નો ઉપયોગ કરવાની દિશામાં પ્રથમ પગલા તરીકે પણ કામ કરશે.




 
                                 
                              
        

 
         
         
        