ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર ખાતે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે કાર્યરત રોપ-વે સેવા આજે સવારથી બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર્વત પર પ્રતિકૂળ અને ખરાબ હવામાન, જેમાં મુખ્યત્વે તીવ્ર પવનની ગતિ અથવા ભારે વરસાદની સ્થિતિ હોય, તેને કારણે રોપ-વેનું સંચાલન જોખમી બની શકે છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને, રોપ-વે સંચાલક કંપની દ્વારા સવારથી જ રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે બંધ રહેવાના કારણે માં અંબાજીના દર્શને આવનાર પ્રવાસીઓને સીડીઓ દ્વારા પર્વત પર ચઢવા મજબૂર થવું પડ્યું છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોપ-વે ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવામાન સામાન્ય બન્યા બાદ અને સુરક્ષા માપદંડો પૂર્ણ થયા પછી જ રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.
ખરાબ હવામાનના પગલે જૂનાગઢ ગિરનાર રોપ-વે સેવા ફરી આજે બંધ કરાઇ: પ્રવાસીઓની સુરક્ષા જાળવવા નિર્ણય



