ગેરલાયક સુનિલ દેત્રોજા આરદેશણાનાં કારણે મોજ કરે છે
લાઈબ્રેરી સમાજ માટે ઉપયોગી બનાવવાનો હોય તો તેમાં દરેક ભાષામાં પ્રભુત્વ ધરાવતા કુશળ અને અનુભવી સ્ટાફને નિમણૂંક આપવી જોઈએ કોઈ ડોરકીપર કે રોજમદારને આવી પ્રતિષ્ઠિત જગ્યાએ લાયકાત વગર ઘુસાડી દેવા કેટલા અંશે યોગ્ય ગણી શકાય?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના ડિજિટલ અને AI ના યુગમાં પુસ્તકો અને લાઈબ્રેરી માટે લોકોને રૂચિ ઘટતી રહે છે ત્યારે રાજકોટ મનપા પ્રજાના પૈસે 10થી 12 જેટલી લાઈબ્રેરી બનાવી કરોડો રૂપિયાનો ધુમાડો કરવા પાછળનું મુખ્ય કારણ આરદેશણાની જીદ..!
સમયાંતરે મનપા વિવિધ ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે કેમ આટલા સમયમાં એકપણ વાર ચીફ લાઈબ્રેરિયન માટે ભરતી કરવામાં આવી નથી? મનપા ખાલી પૈસા બગાડવા માટે જ દરેક વોર્ડમાં લાઈબ્રેરી બનાવે છે કે લોકોની સુખાકારી માટે. જો લાઈબ્રેરી સમાજ માટે ઉપયોગી બનાવવાનો હોય તો તેમાં દરેક ભાષામાં પ્રભુત્વ ધરાવતા કુશળ અને અનુભવી સ્ટાફને નિમણૂંક આપવી જોઈએ કોઈ ડોરકીપર કે રોજમદારને આવી પ્રતિષ્ઠિત જગ્યાએ લાયકાત વગર ઘુસાડી દેવા કેટલા અંશે યોગ્ય ગણી શકાય?
ખરેખર વાસ્તવમાં મનપા કમિશનર અને મેયર દ્વારા તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે લાઈબ્રેરીમાં નવલકથાઓ અને પુસ્તકો વાંચવા માટેના સભ્યો કેટલા અને વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ કેટલા! રૂબરૂ મુલાકાત કરવામાં આવે તો જણાશે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ જ મોટા પ્રમાણમાં આવે છે જેને લાઈબ્રેરીના સભ્યો તરીકે ખપાવી રહ્યા છે અને લાઈબ્રેરીમાં સભ્યો બનવા માટે ધસારો અવિરત જેવી સસ્તી પ્રસિદ્ધિ ચીફ લાઈબ્રેરીયન આરદેશણા મેળવી રહ્યા છે. હકીકતમાં લાઇબ્રેરીમાં સાહિત્ય અને નવલકથાઓ અનુરૂપ કોઈ જાણકાર કે લાયકાત ધરાવતો સ્ટાફ મોજુદ નથી હોતો. આવી સ્થિતિમાં મનપાએ કરોડો રૂપિયાના ખર્ચે નવી વોર્ડ વાઇઝ લાઈબ્રેરી નહીં પણ રીડિંગ રૂમ જેવી વ્યવસ્થા કરવી જોઈએ જે સમાજના યુવા વર્ગ માટે આશીર્વાદ સમાન બની રહેશે.
ચીફ લાઈબ્રેરિયન આરદેશણાને તેમના પદ અનુસાર પ્રાપ્ત ના થઈ શકે તેવી અનેક સવલતો (એરક્ન્ડિશન ઓફિસ, મનપાની ગાડી, વર્ગ 1 સમકક્ષ પગાર) વગેરે પુરી પાડવામાં આવે છે. જેમાંથી મોટાભાગની સવલતો જાણે રોજમદારમાંથી ઉપાડી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘૂસાડેલા સુનીલ દેત્રોજા માટે જ ઉપલબ્ધ કરવામાં આવતી હોય તેમ જણાય છે. આરદેશણા પાસે અન્ય બ્રાન્ચના વધારાના કામ હોવાથી મનપાની લાઈબ્રેરીમાં ભાગ્યે જ જોવા મળે છે. જેથી સુનીલ દેત્રોજા આવી દરેક સવલતનો ભરપૂર આનંદ માણી શકે.



