હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવ્યા બાદ આગ, દેશમાં 15 દિવસમાં 5મો મોટો બસ અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ જયપુર
જયપુરના મનોહરપુરમાં, મજૂરોને લઈ જતી એક સ્લીપર બસ હાઇ-ટેન્શન લાઇનની ઝપેટમાં આવી ગયા બાદ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો દાઝી ગયા હતા.
- Advertisement -
બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ ઘટના જયપુર શહેરથી 50 કિલોમીટર દૂર મનોહરપુર વિસ્તારમાં બની હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરોને બસ દ્વારા ટોડીના એક ઈંટના ભઠ્ઠા પર લઈ જવામાં આવી રહ્યા હતા. બસ અકસ્માતની માહિતી મળતા જ, જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં એક ટીમને એલર્ટ પર રાખવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોની પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં બે લોકોના મોત થયાના અહેવાલ છે. જિલ્લા પોલીસની એક ખાસ ટીમ અને સિવિલ ડિફેન્સ ટીમ પણ રવાના કરવામાં આવી છે.



