‘ધર્મ અને કર્મ’ ભારતીય જ્ઞાન પ્રણાલીનો પાયો છે: કુલપતિ પ્રો. ચૌહાણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીજૂનાગઢ દ્વારા શેક્ષણીક બાબતોની સાથેસાથે સહશૈક્ષણીક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે. ભારતીય જ્ઞાન પ્રણાલીઓ અને પરંપરાઓ, જેને ભારતીય જ્ઞાન પ્રણાલીઓ અને પરંપરાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જ્ઞાન, તત્વજ્ઞાન, વિજ્ઞાન, કળા અને આધ્યાત્મિક પરંપરાઓના વિશાળ અને વૈવિધ્યસભર સંદર્ભ આપે છે આ પ્રણાલીઓ અને પરંપરાઓ ભારતના સાંસ્કૃતિક માળખામાં અભિન્ન છે અને તેના સમાજ, વિચાર પ્રક્રિયાઓ અને જીવનશૈલીને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ત્યારે ભારતિય વિવિધ તહેવારોની ઉમંગ અને ઉત્સાહસભર વાતારવરણમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે દિપાવલીનાં તહેવારો ઉપલક્ષ્યે યુનિ.નાં સભાખંડમાં વહેલી સવારે યુનિ. પરિવાર દ્વારા શ્રધ્ધાભાવ સાથે લક્ષ્મીપૂજનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. યુનિ.નાં નાણા અને હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા, કોમર્સ વિભાગનાં ડો. અનિતાબા ગોહિલ, અંગ્રેજી વિભાગનાં ડો.રૂપલબેન ડાંગર, અને રસાયણ શાસ્ત્રનાં રશ્મીબેન પટેલ અને એકઝયુક્યુટીવ કાઉન્સીલ મેમ્બર દિનાબેન લોઢીયા દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન દ્વારા લક્ષ્મીપૂજન કરવામાં આવ્યુ હતુ.
- Advertisement -
આ પ્રસંગે યુનિ. પરિવારનાં સૈા કર્મયોગીઓ, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ, શોધસ્કોલર્સને દિપાવલી તહેરવારોની શુભકામનાં પાઠવતા કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે ભારતીય જ્ઞાન પ્રણાલીઓમાં કેન્દ્રિય ધર્મ અને કર્મની વિભાવનાઓ છે, ધર્મ ફરજ, સચ્ચાઈ અને નૈતિક જવાબદારીનો ઉલ્લેખ કરે છે, જ્યારે કર્મ કારણ અને અસરના કાયદાને દર્શાવે છે .એક સાથે, આ સિદ્ધાંતો વ્યક્તિઓને ન્યાયી જીવન અને નૈતિક નિર્ણય લેવાના માર્ગ પર માર્ગદર્શન આપે છે. ભારત વિવિધ આધ્યાત્મિક પરંપરાઓનું ઘર છે, જેમાં હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ અને ઈસ્લામનો સમાવેશ થાય છે .આમાંની દરેક પરંપરાએ અનન્ય દાર્શનિક પરિપ્રેક્ષ્ય અને પ્રથાઓનું યોગદાન આપ્યું છે જેણે ભારતના સાંસ્કૃતિક લેન્ડસ્કેપને આકાર આપ્યો છે. ગુરુ-શિષ્ય પરંપરા, અથવા શિક્ષક-વિદ્યાર્થી સંબંધોની પરંપરા, ભારતીય જ્ઞાન પ્રણાલીનું એક મહત્વપૂર્ણ પાસું છે .તેમાં અંગત ક્રિયાપ્રતિક્રિયા અને શિષ્યત્વ દ્વારા ગુરુ પાસેથી શિષ્ય સુધી જ્ઞાન, શાણપણ અને કૌશલ્યોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કાર્યકારી રજીસ્ટ્રાર મયંક સોનીએ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન સંભાળ્યુ હતુ. પુર્વ કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદી, પ્રો. અતુલ બાપોદરા, તેમજ પ્રો.સૂહાસ વ્યાસ, પ્રો. ભાવસિંહજી ડોડીયા, પ્રો. જયસિંહ ઝાલા, ડો. નિશીથ ધારૈયા, પરિક્ષા નિયામક ડો. દિલસુખ સુખડીયા, શાખાધિકારીઓ, અધ્યાપકગણ, અને શૈક્ષણીક અને બીનશૈક્ષણિક સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પોરબંદર સ્થિત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પ્રેરીતપાઠશાળા સાંદિપની વિધાનિકેતનનાં પુર્વ છાત્ર ઋષિકુમારોએ શ્રેષ્ઠયજ્ઞ મંત્રધ્વની સાથે માં લક્ષ્મીનું પૂજન કરાવ્યુ હતુ.