ભૂપેન્દ્ર પટેલના મુખ્ય પ્રધાનપદ હેઠળ આજે ગુજરાત કેબિનેટનું વિસ્તરણ પ્રથમ વખત થશે
આ પહેલા આજે મુખ્યમંત્રીએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક કેબિનેટ વિસ્તરણ પહેલાની ઔપચારિક પ્રક્રિયાનો એક ભાગ હતી.
- Advertisement -
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુક્રવારે ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારના નવા ચૂંટાયેલા કેબિનેટને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
4 નેતાઓએ શપથ લીધા નહીં
ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા નથી.
- Advertisement -
ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ જુઓ
GUJARAT GOVERNMENT LIVE UPDATES :
ગુજરાતનાં નવા મંત્રીઓ
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી
કેબિનેટ મંત્રીઓ
જીતુ વાઘાણી
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
ડૉ. પ્રદ્યુમ્ન વાજા
રમણ સોલંકી
રાજ્ય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )
ઈશ્વર પટેલ
પ્રફુલ પાનસેરિયા
મનીષા વકીલ
રાજ્ય કક્ષાના મંત્રી
કાંતિલાલ અમૃતિયા
રમેશ કટારા
દર્શના વાઘેલા
કૌશિક વેકરિયા
પ્રવીણ માળી
જયરામ ગામિત
ત્રિકમ છાંગા
કમલેશ પટેલ
સંજયસિંહ મહિડા
પી. સી. બરંડા
સ્વરૂપજી ઠાકોર
રિવાબા જાડેજા
હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા
ગુજરાતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.
નવા મંત્રીમંડળમાં 10 મંત્રીઓને સ્થાન નહીં
ગુજરાતના નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુર), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી- સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને સ્થાન નથી અપાયું.
અર્જુન મોઢવાડિયા સહિત 19 નવા ચહેરાને સ્થાન
ગુજરાતના નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા (પોરબંદર) સહિત કુલ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જે આ પ્રમાણે છે.
દર્શના વાઘેલા (અસારવા)
મનીષા વકીલ (વડોદરા શહેર)
રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
સ્વરૂપજી ઠાકોર (વાવ)
જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
કાંતિ અમૃતિયા (મોરબી)
કૌશિક વેકરિયા (અમરેલી)
રમેશ કટારા (ફતેપુરા)
ત્રિકમ છાંગા (અંજાર)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
રમણ સોલંકી (બોરસદ)
સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા)
પ્રવીણ માળી (ડીસા)
પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
નરેશ પટેલ (ગણદેવી)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
પી.સી. બરંડા (ભીલોડા)
કમલેશ પટેલ (પેટલાદ)
ગુજરાતમાં ઝોન પ્રમાણે ક્યાંના કયા નેતાને મંત્રીમંડળમાં સ્થાન
ઉત્તર ગુજરાત
સ્વરુપજી ઠાકોર – વાવ
પ્રવીણ માળી – ડીસા
ઋષિકેશ પટેલ – વિસનગર
પી.સી.બરંડા – ભિલોડા
દક્ષિણ ગુજરાત
ઈશ્વર સિંહ પટેલ – અંકલેશ્વર
પ્રફુલ્લ પાનસેરિયા – કામરેજ
હર્ષ સંઘવી – મજૂરા
જયરામ ગામીત – નિજર
નરેશ પટેલ- ગણદેવી
કનુ દેસાઈ – પારડી
કચ્છ-સૌરાષ્ટ્ર
ત્રિકમ છાંગા – અંજાર
કાંતિ અમૃતિયા – મોરબી
કુંવરજી બાવળિયા – જસદણ
રિવાબા જાડેજા – જામનગર ઉત્તર
અર્જુન મોઢવાડિયા – પોરબંદર
ડૉ. પ્રદ્યુમન વાજા – કોડિનાર
કૌશિક વેકરિયા – અમરેલી
પરશોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ
મધ્ય ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ – ઘાટલોડિયા
દર્શનાબેન વાઘેલા – અસારવા
કમલેશ પટેલ – પેટલાદ
જયસિંહ મહિડા – મહુધા
રમેશ કટારા – ફતેપુરા
મનીષા વકીલ – વડોદરા શહેર
રમણ સોલંકી – બોરસદ
રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લાને નવા મંત્રી મંડળમાં મળ્યું પ્રાધાન્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તેની અટકળોનો અંત આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી કોઈ એકને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવના વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલીમાં ભાજપના કાર્યકરો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કૌશિક વેકરિયાના કાર્યાલય કર્તવ્યમ પર કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા
મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક છે, જેમને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેનાથી મંત્રીમંડળનું કદ વધ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ
સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નોંધનીય છે કે, આ શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી.