ચેતક કમાન્ડોએ મોરચો સંભાળી ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા
રાજ્યના વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા હેતુથી વાર્ષિક એક્શન પ્લાન-2025 અંતર્ગત આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પીપાવાવ
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપાવાવ પોર્ટ ખાતે રાજ્યના મહત્વના વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા હેતુથી આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે એક વિશાળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
બપોરે ત્રણ વાગ્યા બાદ અઙખ ટર્મિનલ પીપાવાવ પોર્ટ ખાતે ત્રણ આતંકવાદીઓ વિસ્ફોટકો અને અઊં-47 સાથે ઘૂસ્યા હોવાનો સંદેશ મળતા મોકડ્રિલ શરૂ થઈ હતી. આ મોકડ્રિલમાં ચેતક કમાન્ડો, એસઓજી (જઘૠ), ક્યુઆરટી (ચછઝ), સ્થાનિક મરીન પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમો જોડાઈ હતી. મરીન પોલીસ સ્ટેશનને પ્રથમ જાણ થતા સંલગ્ન એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ વતી એ.એસ.પી. ધારી જયવીર ગઢવીએ ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે મોરચો સંભાળ્યો હતો. ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ અમદાવાદ-ગાંધીનગરથી વિમાન માર્ગે દિવ એરપોર્ટ થઈને ચેતક કમાન્ડોની ટીમે પીપાવાવ પોર્ટ પહોંચીને મોરચો સંભાળ્યો હતો. ચેતક કમાન્ડોએ સ્નાઇપર ગન સહિતની ટેકનિકનો ઉપયોગ કરીને ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મેળવી હતી. મોકડ્રિલના અંતે બંધક બનાવાયેલા કર્મચારીઓને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન દ્વારા વિવિધ એજન્સીઓ વચ્ચેનું આંતરિક સંકલન ચકાસવામાં આવ્યું હતું.



