5 મહિના જૂનાં કેસમાં કોર્ટમાંથી મળેલી કાનૂની લપડાક બાદ હવે જેલમાં જવાનું નિશ્ર્ચિત
પિતા અનિરૂધ્ધસિંહની ધરપકડ બાદ હવે પુત્રની મુશ્કેલીમાં પણ વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 માસ પૂર્વે નોંધાયેલા દુષ્કર્મ કેસ અને પછી આરોપી યુવાને રીબડામાં કરી લીધેલા આપઘાત અંગે નોંધાયેલા કેસમાં તમામ કોર્ટમાંથી મળેલી કાનૂની લપડાક બાદ હવે અંતે રીબડાના રાજદીપસિંહ જાડેજાને જેલમાં જવાનું નિશ્ચિત થઇ ગયું છે રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટે પણ આગોતરા અરજી ફગાવી દેતા રીબડા જૂથને વધુ એક ફટકો લાગ્યો છે.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેં મહિનામાં એક સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી તે દરમિયાન બીજા જ દિવસે આરોપી અમિત ખૂંટે રીબડા સ્થિત તેની વાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટ આધારે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા, ભોગ બનનાર સગીરા અને જૂનાગઢના શખ્સ સહિતના સામે મરવા મજબુર કરવા અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો આ 5 માસ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાય હત્યા કેસમાં સજામાફીનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કરતા અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરન્ડર કર્યું હતું જેથી ગોંડલ તાલુકા પોલીસે જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાનો કબ્જો લીધો હતો જેના રિમાન્ડ પુરા થતા જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જો કે ગુનો નોંધાયા બાદ નાસી છૂટેલા તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પહેલા ગોંડલ સ્થાનિક કોર્ટ ત્યાર બાદ હાઇકોર્ટમાં આગોતરા અરજી કરી હતી જે બંને અરજી રદ થઇ હતી તે પછી ધરપકડથી બચવા છેક સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કેસની ગંભીરતા જોઈ આગોતરા અરજી ફગાવી દેતા હવે રીબડા જૂથની મુશ્કેલીમાં વધારો થયો છે.
હવે રાજદીપસિંહ રીબડા પાસે શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોય તેનું જેલમાં જવું નિશ્ચિત થઇ ગયું છે.