27 નિર્દોષનો ભોગ લેનારી ઘટનામાં હજુ 8 આરોપી ભોગવી રહ્યા છે જેલવાસ
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટ સહીત દેશભરમાં ચકચારી બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસના દોઢ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે આ અગ્નિકાંડમાં કુલ 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા જે તે વખતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી સીટની રચના કરવામાં આવી હતી અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જયારે એક આરોપી પોતે આ આગમાં જીવતો ભૂંજાઈ ગયો હતો આ કેસમાં એક પછી એક આરોપી જેલમુક્ત થઇ રહ્યા છે અગાઉ છ લોકો જેલમુક્ત થયા બાદ વધુ એક આરોપીના સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા છે જો કે આ કેસમાં અગાઉ સાગઠીયા જામીન મુક્ત થઇ ગયા છતાં 8 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે.
રાજકટોના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં 27 નિર્દોષ લોકોના મોત બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત સીટ અને સ્થાનિક પોલીસ દ્વારા નિર્મિત સીટ દ્વારા તટસ્થ તપાસ કરી લગભગ બે મહિના સુધી મથામણ કરી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં અગાઉ 6 આરોપીઓને જામીન મળતા જેલમુક્ત થઇ ચુક્યા છે ત્યારે આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા જમીનમાલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી આ અરજીમાં બંને પક્ષની દલીલો સાંભળી કિરીટસિંહના જામીન મંજુર કર્યા છે જો કે આ કેસમાં હજુ 8 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે તે 8 પૈકી પૂર્વ ટીપીઓ એમ ડી સાગઠીયાને અગ્નિકાંડ કેસમાં જામીન મળી ચુક્યા છે પરંતુ તેના ઉપર એસીબીનો અને બોગસ મિનિટ્સ બુક બનાવવાના બે કેસ ચાલતા હોવાથી તે જેલમુક્ત થઇ શક્યા નથી.
અત્યાર સુધી જામીન બાદ જેલમુક્ત થયેલા 7 આરોપીના નામ
ગૌતમ દેવશંકરભાઈ જોષી : પૂર્વ એટીપીઓ
મુકેશ રામજીભાઈ મકવાણા : પૂર્વ એટીપીઓ
જયદીપ ચૌધરી : પૂર્વ આસી.ઈજનેર
રાજેશ મકવાણા : પૂર્વ એટીપીઓ
ઈલેશ વલ્લભભાઈ ખેર : પૂર્વ ચીફ ફાયર ઓફિસર
અશોકસિંહ જગદીશસિંહ જાડેજા : જમીનમલિક
કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા : જમીનમાલિક



