ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
જેતપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) વિરપુર ખાતે તાજેતરમાં કોન્વોકેશન (દીક્ષાંત) સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પાસ થયેલા તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
ૠઈટઝ ગાંધીનગર દ્વારા જુદા જુદા ટ્રેડમાં પ્રથમ ત્રણ મેરિટમાં સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં લીંબડ ક્રિશ, ફિટર ટ્રેડમાં લાખાણી પાર્થ, કોપા ટ્રેડમાં ગુજરાતી ચિરાગ અને વાયરમેન ટ્રેડમાં રાઠોડ ઓમકુમારે પ્રથમ ક્રમે સિદ્ધિ હાંસલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનાબેન ડોબરીયા અને પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આચાર્ય એમ.બી. ઠુંમરે સંસ્થાની પ્રગતિશીલ તાલીમ પદ્ધતિઓ રજૂ કરી હતી.
વીરપુર ખાતે ITIમાં દીક્ષાંત સમારોહ યોજાયો



