ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. 07 ઓક્ટોબરથી તા. 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. જેમાં વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં યોગદાન આપવા તથા સ્વદેશી વસ્તુઓએ અપનાવી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા સંકલ્પ કર્યો હતો. આ તકે સહાયક માહિતી નિયામક સોનલબેન જોશીપુરા અને રઝાકભાઈ ડેલા, નાયબ કાર્યપાલક ઈજનેર નિલેશભાઈ વાઘેલા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રાદેશિક માહિતી કચેરી ખાતે રાજકોટના કર્મયોગીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
