રીલાઇફ અને રેસ્પિફ્રેશ-TR સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
છિંદવાડામાં કિડની ફેલ્યોરથી 16 બાળકોના મૃત્યુ અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં બનેલી બે વધુ કફ સિરપ, રીલાઇફ અને રેસ્પિફ્રેશ ટીઆરના રિપોર્ટમાં ખતરનાક કેમિકલ ડાયઈથિલિન ગ્લાયકોલનું હાઈ સ્તર હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના તપાસ રિપોર્ટમાં સોમવારે આ વાતનો ખુલાસો થયો છે. કોલ્ડરિફ કફ સિરપમાં પણ આ જ કેમિકલ જોવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને સિરપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 26 થી 28 સપ્ટેમ્બર, 2025 દરમિયાન, ડ્રગ ઇન્સ્પેક્ટરોની એક ટીમે છિંદવાડા જિલ્લામાં ડ્રગ આઉટલેટ્સ અને હોસ્પિટલોનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, ટીમે 19 દવાઓના નમૂનાઓ સરકારી લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. તેના રિપોર્ટ હવે આવી ગયા છે.
ગાઈડલાઈન મુજબ, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકાનું ડાયઈથિલિન ગ્લાયકોલનું ધોરણ સ્વીકાર્ય છે. જોકે, પરીક્ષણ કરાયેલા ચાર સિરપ ધોરણને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા. આ સિરપ કિડની ફેલ અને બ્રેન ડેમેજ જેવી પરિસ્થિતિઓનું જોખમ ઊભું કરે છે.
- Advertisement -
કોલ્ડ્રિફ બેચ નંબર જછ-13 અને નેક્સ્ટ્રો-ઉજ બેચ નંબર અચઉ-2559 કફ સિરપ પર પ્રતિબંધ ઉપરાંત, ઇન્દોરમાં ઉત્પાદિત ડિફ્રોસ્ટ સિરપને બજારમાંથી પાછી ખેંચવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. તેમજ, જાહેર આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગે ઇન્દોરની આર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપની સામે કારણ બતાવો નોટિસ ફટકારી છે અને ડિફ્રોસ્ટ સિરપ બેચ નંબર 11198ને બજારમાંથી પાછી ખેંચવાની સૂચનાઓ આપી છે. આ સાથે, ડ્રગ કંટ્રોલર જનરલ (ભારત સરકાર) અને સંબંધિત રાજ્યો હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના ડ્રગ કંટ્રોલર્સને જરૂરી કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
વધુ બે કેમિકલ અંગે ચેતવણી
રાજ્ય સરકારે તમામ દવા ઉત્પાદકો, નિરીક્ષકો, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ કોલેજોના ડીનને એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને ક્લોરફેનિરામાઇન મેલેટ (Chlorpheniramine Maleate) અને ફેનાઈલફ્રિન HCl (Phenylephrine HCl જેવા કેમિકલનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બંને સક્રિય ઘટકો (Active Ingredients) છે જે સામાન્ય રીતે ખાંસી અને શરદીની દવાઓમાં જોવા મળે છે. આ મિશ્રણ ઉપયોગી છે, પરંતુ જો નાના બાળકો પર અથવા ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે.