નોરતાંમાં રાજ્યમાં 3300 કરોડનાં 1.34 લાખ વાહનો વેંચાયાં
ગત નવરાત્રિમાં 4200 વાહન સામે આ વર્ષે નવા 9500 વાહનનું આરટીઓમાં રજિસ્ટ્રેશન
- Advertisement -
હજુ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વધુ વાહનોનું વેચાણ થશે : ડીલર એસોસિએશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સહિત દેશમાં 22 સપ્ટેમ્બરે વાહનો પરના ૠજઝનો 10 ટકા ઘટતા લક્ઝુરિયર્સ કાર્સથી લઈ ટૂ-વ્હીલરનું વેચાણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં 3300 કરોડના 1.10 લાખ કરતા વધુ ટુ વ્હીલર અને 24 હજાર કરતાં વધુ ફોર વ્હીલરનું વેચાણ થયું છે.
- Advertisement -
ૠજઝ ઘટતા ટૂ-વ્હીલરમાં 10 હજાર અને ગાડીઓમાં એક લાખ સુધીનો ઘટાડો થયો છે. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. જો કે હજુ દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે તેમાં નવરાત્રિ કરતાં વધુ વાહનોનું વેચાણ થઈ શકે છે તેવી આશા ડીલરો રાખી રહ્યા છે. વ્હીકલની ડિલિવરી લેવા માટે વાહનમાલિકો અગાઉથી જ બુકિંગ અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી રાખે છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ૠજઝમાં 10 ટકાનો ઘટાડો કરતા વાહનમાલિકોએ 22 સપ્ટેમ્બર પછી વ્હીકલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.
જ્યારે રાજકોટ શહેરમાં નવરાત્રિ અને વિજયા દશમીના તહેવારમાં ગત વર્ષે થયેલી વાહનોની ખરીદીની સાપેક્ષમાં આ વર્ષે 50% નો વધારો થયો છે. રાજકોટ છઝઘમાં વર્ષ 2024માં નવરાત્રિના તહેવારોમાં 4200 વાહન સામે આ વર્ષે નવા 9500 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં 25 મર્સિડીઝ અને 8 ઓડી કારનું વેચાણ થયું છે. જેમાં સાખીર ગોલ્ડ કલર સાથેની ઓડી ચ8 કાર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ ખરીદી થઈ છે. જેની કિંમત રૂ.1.33 કરોડ છે. જ્યારે સૌથી મોંઘી રૂ.1.90 કરોડની કિંમતની 3 મર્સિડીઝની ખરીદી થઈ છે, જે મર્સિડીઝનું સુપર ક્લાસ મોડલ છે. રાજકોટ આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ નવરાત્રિ-દશેરા દરમિયાન 9500થી વધુ વાહનોની નોંધણી થઈ છે. જેમાં 1400 જેટલી ફોર વ્હીલર અને 6000 ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 300 જેટલી ઓટો રિક્ષા વાહનોની નોંધણી થઈ છે. જ્યારે 324 ટ્રકનું રજિસ્ટ્રેશન થયુ છે. ગત વર્ષની એટલે કે વર્ષ 2024 ની સરખામણી કરીએ તો ત્યારે નવરાત્રિ અને દશેરાના તહેવાર દરમિયાન 4200 જેટલા વાહનોની નોંધણી થઈ હતી. જેમાં ફોર વ્હીલર 721 તો 3000 ટુ વ્હીલરની નોંધણી થઈ હતી. આ ઉપરાંત 214 ઓટો રિક્ષા તેમજ 193 ટ્રકનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. વર્ષ 2024ની સાપેક્ષમાં વર્ષ 2025માં વાહનોની નોંધણીમાં વધારો થયેલો જોવા મળે છે. આમ શહેરમાં આ વખતે 5300 વાહન વધુ વેચાયા છે. જે 126 ટકાનો વધારો દર્શાવે છે. નવરાત્રિમાં મર્સિડીઝના વેચાણમાં વધારો થયો છે. ગત વર્ષે વેચાયેલી 19 મર્સિડીઝ આ વખતે વધીને આંકડો 25એ પહોંચ્યો છે. જેમાંથી 6 કાર તો વિજયા દશમીના દિવસે જ વેચાઈ છે. આ મર્સિડીઝની કિંમત રૂ.54 લાખથી લઈને રૂ.1.90 કરોડની છે. જેમાં મર્સિડીઝ જ એટલે કે સુપર ક્લાસ મોડલની કિંમત રૂ.1.90 કરોડ છે. સૌથી મોંઘી રૂ.1.90 કરોડની મર્સિડીઝ કાર 3 વેચાઈ છે. નવરાત્રિ અને વિજયાદશમીના તહેવાર દરમિયાન 8 ઓડી કારની ખરીદી થઈ છે. જેમાં રૂ.52 લાખથી લઈને રૂ.78 લાખની કારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 2 કારની કિંમત રૂ.1 કરોડથી વધુ છે. જેમાં એક ઓડી ચ8 કારનો કલર સાખીર ગોલ્ડ છે. જે કલર પસંદ કરનાર ખરીદદાર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ છે. જેની કિંમત ગત વર્ષે રૂ. 1.43 કરોડ હતી. જેમાં આ વર્ષે જીએસટી ઘટવાથી તેની કિંમત રૂ.1.33 કરોડ થઈ છે એટલે કે રૂપિયા 10 લાખનો ઘટાડો થયો છે.



