તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર જ્યોતિ ગ્રામ્ય ફીડરમાં ત્રણ ગામના સમાવેશથી વીજળી ગુલ થઈ જાય છે
મંડોરણા ગીર ગ્રામ પંચાયત કચેરીની રાહબરી હેઠળ ત્રણ ગામની પ્રજા અને ખેડૂતોએ વીજ અધિકારીને આવેદન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં છેવાડે આવેલ હડમતીયા ગીર,મંડોરણા ગીર અને આંકોલવાડી ગીર ત્રણ ગામની 15 હજાર માનવવસ્તી ને નિયમિત સાતત્યપૂર્ણ 24 કલાક વિજળી આપવા આંકોલવાડી 66 કે.વી સબ સ્ટેશનમાંથી જતી જ્યોતિ પાવરની એક જ લાઈનમાં ત્રણેય ગામનો સમાવેશ કરવામાં આવ્યો હોય ત્રણ ગામની પ્રજાને નિયમિત વિજળી મળતી નથી.
મંડોરણા ગીર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ ડોબરીયા ની રાહબરી હેઠળ ત્રણ ગામના ગ્રામજનોએ આંકોલવાડી વિજ અધિકારીને આવેદનપત્ર આપી ત્રણેય ગામની રોજીંદી બની ગયેલ વિજ સમસ્યા દૂર કરવા માંગણી કરી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે ત્રણેય ગામના અંદાજે 2500 ગ્રાહકોને 24 કલાક જ્યોતિ પાવર આપવા માટે આંકોલવાડી જ્યોતિ ગ્રામ ફીડર ની એકજ લાઈન છે જેથી વિજ લાઈન ઉપર ભારણ વધવાને કારણે ત્રણેય ગામને પુરતાં વોલ્ટેજ સાથે વિજળી મળતી નથી..વિજ લાઈન નું સમયસર મેઈન્ટેનન્સ થયું નથી પરિણામે વિજ ફોલ્ટ અવિરત વધી રહ્યાં છે.જયોતિ તથા ખેતિવાડીના વધતા જતા વિજ ફોલ્ટ ની લાંબા સમય સુધી મરામત નથી પરિણામે ત્રણેય ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને કલાકો સુધી વિજળીથી વંચિત રહેવું પડે છે.આંકોલવાડી ગીર વિજ કચેરીને ફરીયાદ કરવામાં આવે તો એકજ જવાબ આપવામાં આવે છે અમારી પાસે સ્ટાફ નથી..મરામત મટીરીયલ્સ નથી..આવી કાયમી એકજ કેસેટ સાંભળી ત્રણેય ગામની પ્રજા તથા ખેડૂતો કંટાળી ગયા છે.આંકોલવાડી ગીર વિસ્તારના ત્રણ ગામના ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની વિજ સમસ્યા નું સુખરૂપ નિવારણ લાવી વિજ સમસ્યા ભુતકાળ બનાવવા આંકોલવાડી ગીર વિજ કચેરી આળશ રાખશે તો ન્યાય માટે લોક લડત કરવાની ચીમકી પણ ત્રણેય ગ્રામજનોએ આપી હતી.
આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં ધવલભાઈ કોટડીયા(વાડલા સરપંચ),સુધિરભાઈ મુંગરા,વિશાલભાઈ વસોયા,મહેશભાઈ ઠુંમર,હર્ષિત સાવલીયા સાથે ત્રણેય ગામના ગ્રામજનો જોડાયા હતા.
- Advertisement -
આંકોલવાડી ગીર વિસ્તારના ત્રણ ગામની માંગણીઓ…
(1)આંકોલવાડી ગીર ગ્રામીણ જ્યોતિ ફીડર હેઠળ ત્રણેય ગામના હજારો વિજ ગ્રાહકો આવે છે.એક જ લાઈન કારણે વિજ ભારણ વધી જાય છે માટે ત્રણેય ગામ માટે અલગ અલગ વિજ લાઈન નાખી 24 કલાક સાતત્યપૂર્ણ વિજળી આપવી..
(2)આંકોલવાડી વિસ્તારના ગ્રાહકો તથા ખેડૂતોનાં વધી રહેલ વિજ ફોલ્ટની સમયસર મરામત થાય માટે આંકોલવાડી વિજ કચેરીમાં પુરતો સ્ટાફ તથા મરામત માટે જરૂરી મટીરિયલ્સ ની વ્યવસ્થા કરી ખેડૂતો તથા ગ્રાહકોની મુશ્કેલી નું સુખરૂપ નિવારણ લાવવા ત્રણેય ગામના ગ્રામજનોએ માંગણી કરી છે.



