રસકુંજ હવેલી અને જતનબર વિલાસ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે કાલે શરદ રાસોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રસકુંજ હવેલી અને જતનબર વિલાસ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે તા.7 ઓક્ટોબરને મંગળવારના રોજ રાત્રે 9:30 વાગ્યાના રોજ વિઠ્ઠલબાપા ધડુકવાળુ ગ્રાઉન્ડ, સંસ્કાર સિટી પાછળ, મારવેલ હોસ્પિટલ મવડી બાયપાસ ખાતે શરદ રાસોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ 108 વ્રજભૂષણ લાલજી મહારાજ, 108 વિઠ્ઠલનાથજી મહારાજ અને 108 રસીકરશાયજી મહારાજના આત્મજ પુરુષોત્તમલાલજી મહારાજ એવમ્ ગોપેશરાયજી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ભવ્ય નવવિલાસ શરદ રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ગોવિંદભાઇ ડોબરીયા અને વિષ્ણુભાઇ અકબરી અને સાથી વૃંદ કલાકારો ધોળપદ કિર્તન અને રાસની રમઝટ બોલાવશે. ત્યારે યુવા ભાવિક વૈષ્ણવ ખેલૈયાઓને જોડાવા ભાવભર્યું આમત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત રાસોત્સવ પૂર્ણ થયા બાદ ખેલૈયાઓ માટે કલેઉની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.