અમદાવાદ ટેસ્ટમાં વરસાદ વિઘ્ન: મેચ રોકવી પડી
પહેલા દિવસના ત્રીજા સેશનમાં ભારે અંધારપટ અને વરસાદને પગલે રમત અટકી; ભારત તરફથી જયસ્વાલ-રાહુલ ક્રિઝ પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચના પહેલા દિવસે જ વરસાદ અને અંધારપટે વિઘ્ન નાખ્યું છે. પહેલા દિવસના ત્રીજા સેશન દરમિયાન ભારે વરસાદ શરૂ થતાં મેચને અટકાવવાની ફરજ પડી હતી.
આ પહેલાં, વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોના તરખાટ સામે આખી ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે 3 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ ક્રમને ધ્વસ્ત કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા અને અન્ય કોઈ બેટર 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. રમત અટકી ત્યાં સુધીમાં ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 23 રન બનાવી લીધા હતા. ઓપનર કેએલ રાહુલ 18 રન (29 બોલ) અને યુવા બેટર યશસ્વી જયસ્વાલ 4 રન (17 બોલ) બનાવીને ક્રિઝ પર અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 13મા બોલ પર પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વરસાદ અને ભારે અંધારપટના કારણે મેચ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.