A ડિવિઝન પોલીસે ચોરાઉ સોનું ખરીદનાર ત્રણ શખ્સોને દબોચી લઇ 85 લાખનું સોનું કબ્જે કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરિ ઓર્નામેન્ટ નામે દુકાન ધરાવતા તરુણભાઇ કનૈયાલાલ પાટડીયા નામના 63 વર્ષીય વૃધ્ધે ગત 15 તારીખે તેની દુકાનમાં એક જ દિવસ કામ કરવા આવી 1 કરોડ 1 લાખ 9 હજાર 855 રૂપિયાનું 1349.330 ગ્રામ સોનુ ચોરી જનાર પશ્ચિમ બંગાળના શફીકુલ શેખ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં એ ડિવિઝન પોલીસે સૂત્રધારને મેઘાલયથી ઝડપી લઇ 9 દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી પોતે બંગાળમાં વેચી દીધાનું જણાવતા પોલીસે 3 બંગાળીને ઝડપી લઇ 85 લાખનું સોનુ કબ્જે કર્યું છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી તરુણભાઇ પાટડીયાની દુકાનમાં ગત તારીખ 27 મેંના રોજ એક જ દિવસ કામે આવેલો શફીકુલ રાત્રીના સમયે ટેબલના ખાનામાં રાખેલું 1 કરોડનું સોનુ ચોરી કરી નાસી ગયો હતો જો કે તેની સાથે કામ કરતા તેના વતનના લોકોએ તેને શોધી કાઢી સોનુ પરત અપાવી દેશે તેવું ફરિયાદીને જણાવ્યું હતું પરંતુ તેનો કોઈ સંપર્ક નહિ થતા અંતે ગત 15 તારીખે ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી જે ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગર અને ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો દરમિયાન પીએસઆઈ બી આર સાવલિયા, એએસઆઈ એમ બી જાડેજા, સંજયભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ, ડીસીબીના જયરાજ્ભાઇ કોટીલા, જીલુભાઈ ગરચર અને તુલસીભાઇ ચુડાસમા સહિતના સ્ટાફે બાતમી અને હ્યુમન સોર્સ આધારે ઉપરોક્ત ચોરીને અંજામ આપનાર જીન્નોત ઉર્ફે શફીકુલ શેખને ચેરાપુંજી મેઘાલયથી ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતા નવ દિવસના રિમાન્ડ મંજુર કરતા તેણે ચોરીનો માલ પશ્ચિમ બંગાળમાં વેચ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે પશ્ચિમ બંગાળના હુગલીના બોલાગરને સહાજન જલીલ મંડલ ઉ.37, જાફર હુસેનભાઇ શેખ ઉ.32 અને રાજકોટ સોની બજારમાં રહેતા પિન્ટુ ઈર્શાદઅલી શેખ ઉ.40ની ધરપકડ કરી ચોરીમાં ગયેલો 85 લાખ રૂપિયાનો 1076.99 ગ્રામ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.