ઓપન જીમ, રાઈડ્સ અને સોલાર ટ્રી જેવી સુવિધાઓનો પ્રારંભ: રૂ. 17.29 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
મોરબી મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર આવેલા સરદાર બાગના નવીનીકરણનું કામ રૂ. 1.03 કરોડના ખર્ચે પૂર્ણ થતાં આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા તેમજ કમિશનર સ્વપ્નીલ ખરે સહિતના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બાગમાં ઓપન જીમ, બાળકો માટે રાઈડ્સ અને વીજળી બચાવવા સોલાર ટ્રી જેવી સુવિધાઓ મૂકવામાં આવી છે.
લોકાર્પણ સાથે મોરબી શહેરમાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતના 18 વિકાસકાર્યો જે રૂ. 17.29 કરોડના ખર્ચે થવાના છે, તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોથી નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.