તે સ્પષ્ટ નથી કે શટડાઉન કેટલો સમય ચાલશે, પક્ષકારો કરારની નજીક ક્યાંય નથી. ડેમોક્રેટ્સ આરોગ્ય સંભાળના પૈસા ઇચ્છે છે, જ્યારે રિપબ્લિકન્સ ભારપૂર્વક કહે છે કે તેઓને “બાન” રાખવામાં આવશે નહીં.
ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ એજન્સીઓને બિલને ભંડોળ પૂરું પાડવામાં નિષ્ફળતા બાદ શટડાઉન યોજનાઓનો અમલ શરૂ કરવાનો આદેશ આપ્યો છે
- Advertisement -
35 દિવસ પગાર વિના કામ કરવો પડશે સરકારી કર્મચારીઓએ…
બુધવારથી જ અમેરિકામાં સંઘીય સરકારની કામગીરી ખોરવાઈ ગઇ હતી. કેમ કે ડેમોક્રેટ્સ દ્વારા શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલને અટકાવી દેવામાં આવ્યો હતો. 2018 બાદ પહેલીવાર છે જ્યારે ફરી એકવાર અમેરિકામાં શટડાઉનની સ્થિતિ આવી રહી છે. આ દરમિયાન બિનજરૂરી વિભાગોમાં કામકાજ બંધ રહેશે અને હજારો સરકારી કર્મચારીઓએ 35 દિવસ સુધી પગાર વિના કામગીરી કરવી પડશે. તેમને ત્યારબાદ જ પગાર મળતો થઈ શકશે જ્યારે સાંસદો દ્વારા સ્ટોપગેપ ફન્ડિંગને મંજૂરી આપવામાં આવશે. હવે અમેરિકાના સૈન્ય કર્મચારીઓ સહિત જરૂરી વિભાગોના કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડશે અને બિનજરૂરી સરકારી કર્મચારીઓએ રજા પર મોકલી દેવાશે. એક અંદાજ પ્રમાણે 750000 સરકારી કર્મચારીઓને અસ્થાયીરૂપે રજા પર મોકલવામાં આવી શકે છે.
તેનો સીધો અર્થ એ છે કે સરકાર પાસે હવે જરૂરી ફન્ડિંગનું વિસ્તરણ નથી અને ઘણા સરકારી કામકાજ ઠપ થઇ ગયા છે.. અમેરિકાના કાયદા હેઠળ જ્યાં સુધી બજેટ કે કામચલાઉ ફન્ડિંગ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી બિન જરૂરી સરકારી વિભાગ અને સેવાઓ બંધ કરવામાં આવે છે. આ સ્થિતિને જ શટડાઉન કહેવાય છે. આ દરમિયાન એવા અનેક સરકારી કર્મચારીઓ હશે જેમને પગાર વિના જ ઘરે મોકલી દેવામાં આવશે.
- Advertisement -
છેલ્લા દાયકામાં પાંચમી વખત શટડાઉનના સંકેત
છેલ્લા બે દાયકામાં આ પાંચમી વખત છે જ્યારે અમેરિકામાં મોટા શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ રિપબ્લિકને સરકાર માટે 21 નવેમ્બર સુધીનું ટૂંકા ગાળા માટેનું ફન્ડિંગ બિલ પાસ કરી આપ્યું હતું. જોકે ડેમોક્રેટ્સનું કહેવું છે કે તે પૂરતું નથી. તેઓ ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઉનાળાના મેગા-બિલમાં મેડિકેડ કાપને ઉલટાવી દેવામાં આવે અને એફોર્ડેબલ કેર એક્ટમાંથી મુખ્ય ટેક્સ ક્રેડિટ્સનો વિસ્તાર કરવામાં આવે. જોકે રિપબ્લિકન્સે આ માગ ફગાવી દીધી છે. કોઈપણ પક્ષ આ મામલે પીછેહઠ માટે તૈયાર ન હોવાથી સ્થિતિ સંકટજનક બની ગઇ છે.
સાત વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે ફન્ડિંગના અભાવે અમેરિકામાં ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે. 2018 માં ટ્રમ્પના જૂના કાર્યકાળ દરમિયાન શટડાઉન 34 દિવસ ચાલ્યું હતું. આ વખતે આ ખતરાને વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે ટ્રમ્પ લાખો કર્મચારીઓની છટણી કરવા અને ઘણા મુખ્ય પ્રોજેક્ટ્સને રોકવા માટે આનો ઉપયોગ કરી શકે છે. શટડાઉન પહેલા જ તેમણે આ અંગે સંકેત આપી દીધા છે.