પ્રથમ આવનાર વિજેતાને 10 હજાર દ્વિતીય ક્રમ મેળવનારને 7500 અને ત્રીજો ક્રમ મેળવનારને 5000 રોકડ પુરસ્કાર અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
“સ્વચ્છતા હી સેવા-2025 તથા સ્વચ્છોત્સ્વ” અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા. 29 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સોશિયલ મીડિયા રીલ્સ સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેના માટે શહેરીજનોએ સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન હેઠળ વિડીયો રીલ્સ બનાવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાનું રહેશે. આ પ્રતિયોગીતાના વિજેતાઓને રોકડ પુરસ્ કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરોક્ત રીલ્સ પ્રતિયોગીતામાં પ્રથમ આવનાર વિજેતાને 10 હજાર દ્વિતીય ક્રમ મેળવનારને 7500 અને ત્રીજો ક્રમ મેળવનારને 5000 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
- Advertisement -
કોઇપણ નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. કોઈપણ સંસ્થા, ફેસબુક પેઇઝ ચલાવતા પ્રમોટેડ સંસ્થા ભાગ લઈ શક્શે નહિ.
રીલ્સની સમય મર્યાદા: 45 સેક્ધડ થી 90 સેક્ધડ રહેશે
થીમ: સ્વચ્છતા જાગૃતિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ, સીટી બ્યુટીફીકેશ, સ્વચ્છતા હિ સેવા, વગેરે સ્વચ્છતાની થીમ મુજબ રીલ્સ બનાવવાની રહેશે.
ભાષા: રીલ્સ ગુજરાતી અથવા હિન્દી ભાષામાં બનાવવાની રહેશે.
ભાગ લેનાર સ્પર્ધોકો દ્વારા બનાવવામાં આવેલ રીલ્સ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરી શકાશે. તેના માટે રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા તળફિભિંશિુંફિષસજ્ઞિં ને ઝફલ / ઈજ્ઞહહફબજ્ઞફિશિંજ્ઞક્ષ કરવાનું રહેશે.