સરગમ લેડીઝ કલબ આયોજિત રાસોત્સવમાં લોકોની ભીડ વધતી જાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં રોજેરોજ જમાવટ થઇ રહી છે અને બહેનો સુંદર રીતે આ નવરાત્રી માણી રહી છે. રોજ અવનવા અને પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈને આવતી ગોપીઓને જોઇને મેદાનમાં ગોકુલ-મથુરા હોય તેવું દ્રશ્ય સર્જાય છે.
શહેરના શ્રેષ્ઠ નવરાત્રી મહોત્સવનું બિરુદ પ્રાપ્ત કરનાર ગોપી રાસોત્સવમાં રોજ મહાનુભાવો આવીને બહેનોને પ્રોત્સાહન આપે છે. ગોપીઓને રાસે રમતી જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ઉમટી રહ્યા છે.
મુંબઈ અને રાજકોટના સિંગરો અહી જમાવટ કરી રહ્યા છે. નાગર નંદજીના લાલ…રાસ રમંતાં મારી નથણી ખોવાણી…અને પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી તથા પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો, જાગ્યો જવાન લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા..જેવા પ્રાચિન ગીત ઉપર બહેનો ખીલી ઉઠે છે.
આ રાસોત્સવમાં રોજેરોજ મહાનુભાવોના હસ્તે વેલડ્રેસ તથા પ્રીન્સેસનાં ઇનામો પણ આપવામાં આવે છે.
આ ગરબા માણવા માટે સરગમ ક્લબ આયોજીત ડી એચ કોલેજ ગાઉન્ડ માં ગોપીરાસ માં મહાનુભાવો હાજર રહેલ ડો. ભરતભાઇ બોધરા, ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, માધવભાઇ દવે, ધનરાજભાઈ જેઠાણી, મુકેશભાઇ દોશી, અશ્વીનભાઈ મોલીયા, વિરેનિ્ંદ્ર્સહ ઝાલા, ડી. કે. સખીયા, પી.ટી. જાડેજા, વિક્રમભાઈ પુજારા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), રમણભાઈ વરમોરા, શિવલાલભાઈ બારસિયા, કિરીટભાઇ પટેલ, ડો. રાજેશભાઈ પટેલ, ઉષાબેન પટેલ (અમેરીકા), અનંતભાઈ ઉનડકટ, શૈલેષભાઈ માઉ, મનીષભાઇ કામાણી, રમેશભાઈ પરમાર, અરુણભાઈ નિર્મળ, કાળુમામા, શૈલેષભાઈ સગપરીયા, મનોજભાઇ ઉનડકટ, કુલદીપસિંહ જાડેજા, દલબીરશીંગ બગ્ગા વગેરે મહાનુભાવો હાજર રહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
છઠુ નોરતું તા. 27/09/25નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ, અશોકભાઈ વૈષ્ણાની, નટુભાઈ ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ બાબરાવાળા, સાકેતભાઈ આર્ય, શૈલેશભાઈ પાબારી, વિક્રમભાઈ જૈન, હારીતભાઈ મહેતા, સુનીલભાઈ શાહ, અનિલભાઈ ભોરાણીયા, તેજસભાઈ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, જમનભાઇ ભાલાણી, રાજુભાઇ રૂપમ, ઇશ્વરભાઇ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, કમલેશભાઈ આંબલીયા, અશોકભાઇ જોષી અભિષેકભાઈ ગઢીયા, કમલેશભાઇ રામાણી, હરિભાઇ પટેલ (ક્રિષ્ના પાર્ક), સવજીભાઇ પરસાણા, જીતુભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સાતમું નોરતું તા. 28/09/25 ને રવિવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ રૂપાપરા, ડી. વી. મહેતા, પી.ટી. જાડેજા, રાજનભાઈ વડાલીયા, નિકુંજભાઈ શાહ, હસુભાઈ ભગદેવ, અરવિંદભાઈ તાળા, લલિતભાઈ રામજીયાણી, ભુપેન્દ્રભાઈ સચદે, ઘનશ્યામભાઈ મારડિયા, શામજીભાઈ ખુંટ, મનસુખભાઈ પાણ, શૈલેષભાઈ માઉં, જગદીશભાઈ ભીમાણી, દિનેશભાઈ વાંકાણી, વિનુભાઈ પારેખ, અશોકભાઈ સોની, દિલીપભાઈ શેઠ, નરેશભાઈ શાહ, જગદીશભાઈ સખીયા, અરવિંદભાઈ ઢોલરીયા, કૃષ્ણકાન્તભાઈ ધોળકિયા, સુભાષભાઈ સામાણી, રુષભભાઈ અગ્રવાલ, રશ્મિભાઈ મોદી, કમલભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાઠોડ, શૈલેશભાઈ શેઠ, ધીરુભાઈ રામાણી, નરેન્દ્રભાઈ દવે, પીન્ટુભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, મિલનભાઈ કોઠારી, ડો. રાજેશભાઈ તેલી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, રાજભા ગોહિલ, જયપાલસિંહ ઝાલા, જગદીશભાઈ કિયાડા, કિરીટભાઈ આડેસરા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે જહેમત ઉઠાવી રહ્યા છે.