રઘુવંશી સમાજ માટે દશેરાએ વીર રાણા જશરાજજી મેદાન ખાતે આયોજન
વિજયાદશમી મહોત્સવ : શસ્ત્ર પૂજામાં સમાજના 1100 યુવાન જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા 2 ઓકટોબર ગુરુવારના રોજ દશેરાએ રઘુવંશી સમાજના લોકો માટે ભવ્ય સમૂહ શસ્ત્ર પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે વીર રાણા જશરાજજી મેદાન એટલે કે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં રૈયારોડ ખાતે બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે. શસ્ત્ર પૂજા મહોત્સવના આયોજનમાં 1100 રઘુવંશી યુવાનો જોડાશે. તેમજ બપોરે 3 વાગ્યે સાફા બંધાવવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને બપોરે 4:30 કલાકે બ્રાહ્મણઓ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજા શરૂ થશે અને સાંજે 7 કલાકે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમગ્ર રઘુવંશી સમાજના લોકોને પરંપરાગત પોશાકમાં શસ્ત્ર સાથે રાખી ઉપસ્થિત રહેવા સંગઠન તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી રઘુવંશીએ જણાવ્યુ કે રઘુવંશી સમાજ એ પ્રાચીન ક્ષત્રિય કુળ છે કે જેઓ અખંડ ભારતના સરહદી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતા આક્રમણો સામે પોતાના પ્રાણોની આહૂતિ આપી અને દેશ તથા ધર્મની રક્ષા કરતા આવ્યા છીએ. તેમાંનો એક કિસ્સો કે જે આજ પણ હિન્દુ ધર્મના તમામ લોકો માને છે, જ્યારે કચ્છના રાજવી રાજા રાયધને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ભુજના રાજમહેલ પર આક્રમણ કર્યું હતું. ત્યારે ત્યાંના મહારાણીએ રઘુવંશી વીર મેઘજી શેઠને સંદેશો મોકલી રક્ષા કરવા જણાવ્યું હતું ત્યારે 900 ઘોડેસવાર લઈને રઘુવંશી ક્રાંતિવીર મેઘજી દાદાએ રક્ષા કરવા કૂચ કરી હતી. આવા અનેક બહાદુરીના કિસ્સાઓ રઘુવંશી સમાજ તેના ઇતિહાસમાં ધરાવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી રઘુવંશી (કાછેલા ધવલ), ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જ્યભારતભાઈ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઇ ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ પ્રતીકભાઈ રાચ્છ (મોરબી), મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિતભાઈ પૂજારા તેમજ જામનગર સુરેન્દ્રનગર વગેરે જિલ્લા અને તાલુકાઓની ટીમ, રાજકોટ શહેર વોર્ડ સંયોજક મિતભાઈ અનડકટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેતા, પાર્થભાઈ નથવાણી, મિહિરભાઈ સોમૈયા, હાર્દિકભાઈ કારિયા, રાજકોટ શહેરના વોર્ડ સહ-સંયોજકો, વોર્ડ પ્રમુખો તથા સભ્યો, વોર્ડ નં.15ના પ્રમુખ કપિલ ચોટાઇ, વોર્ડ નં.5ના પ્રમુખ દિપ સૌમેયા, વોર્ડ નં.18ના પ્રમુખ પ્રિન્સ કટારીયા, રચિત તન્ના, દિપ જોબનપુત્રા, દેવાંગ અમલાણી, ધ્રુવિક ફાલાણી, વૈભવ માણેક, રામભાઇ લાલચેતા અને યશ ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે.



