કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાએ સાળંગપુરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ કષ્ટભંજન દેવની પૂજા કરી હતી. સાથે તેઓએ બીએપીએસ મંદિરમાં સાધુ-સંતોના આર્શિવાદ મેળવ્યા હતા. વજુભાઈની જો વાત કરીએ તો તેઓ 1995થી 2012 સુધી ભાજપની સરકારમાં નાણાંમંત્રી પદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો હતો. 1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાળંગપુરની મુલાકાતે: BAPS- કષ્ટભંજન હનુમાનજી મંદિરે કરી પૂજા

Follow US
Find US on Social Medias