આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે અંકિત ચાવડા આયોજિત રાસોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટમાં નવરાત્રીના પાંચમા દિવસે ગરબાના આયોજનો પર ખેલૈયાઓનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો હતો. યુવાનો ’ઓરે રંગીલા તારા રંગે…’ જેવા ટ્રેનિ્ંડગ ગીતો અને પરંપરાગત ધૂન પર રાતભર ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે બ્રીજ રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, શ્રોતા અને અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પાંચમાં નોરતે પણ ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા બ્રિજ રાસોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર તુષાર ચુડાસમા, મનીષા પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના સૂમધુર સૂરે સૌ ખેલૈયાઓને તાલ પર ગરબા ઘૂમવા મજબૂર કરી દીધા હતા.
પ્રાચીન-અર્વાચીન ગરબા અને ગીતો, ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા. દરરોજ ત્રણ હજારથી વધુ ખેલૈયાઓ આ બ્રીજ રાસોત્સવમાં ગાયક કલાકારોના સૂર અને સાજિંદના તાલ સાથે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. અંક્તિભાઇ ચાવડા દ્વારા આયોજિત બ્રિજ રાસોત્સવમાં દરરોજ શહેરના શ્રેષ્ઠી અને મહાનુભાવો હાજર રહી આદ્યશક્તિની આરાધના કરે છે. તેમજ દરરોજ પ્રિન્સ – પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ ઉપરાંત રાસોત્સવમાં ખાસ વેલડ્રેસથી સજજ થઇ આવતા અનેક ખેલૈયાઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. આ તકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ઙજઈં કે.એન.ગમારા, રવિરાજસિંહ રાઠોડ (બાપુ) કુવાડવા જી.ઈ.બી., કિરીટભાઇ સિંધવ, અજીતભાઈ સિંધવ, જયદીપસિંહ સિંધવ, રાજભા ડોડ, કીર્તિદાનભાઇ, ભાજપ કોટડા સાંગાણી તાલુકા પ્રમુખ જતીનભાઈ સિદપરા, ભાજપ કોટડા સાંગાણી તાલુકા મહામંત્રી યુવરાજભાઈ ખાટરીયા, ઉદયભાઈ ખાટરિયા, હિરેનભાઇ ખાટરીયા, સહદેવસિંહ ડોડીયા, સમસ્ત સોની સેના પ્રમુખ કેતનભાઈ પાટડિયા, રવિકાન્તભાઈ વાગડીયા, સંદીપભાઈ ડોડીયા, રિનેશભાઈ, વિશાલભાઈ, મયુરભાઈ, ચેતનભાઈ જેઠવા અને મોહનભાઈ ઠાકુર સહિતના મહાનુભાવો બ્રિજ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.



