રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના… સંગીતના સૂર અને ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું
ખેલૈયાઓએ નવા સ્ટેપ્સ અને બમણી એનર્જી સાથે ગ્રાઉન્ડમાં શક્તિ અને ભક્તિનો રંગ જમાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
નવરાત્રીના પાંચમાં નોરતે રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ નવા જોશ, નવા સ્ટેપ્સ અને બમણી એનર્જી સાથે ગ્રાઉન્ડમાં શક્તિ અને ભક્તિનો રંગ જમાવ્યો હતો. ખેલૈયાઓનો આનંદ, ઉમંગ, ઉત્સાહ અને જોશ જોઇને એવું લાગી રહ્યુ હતુ કે અબતક સુરભી રાસોત્સવ હવે માત્ર નવરાત્રીનો કાર્યક્રમ નથી પરંતુ રાજકોટના યુવાનોનો મિજાજ અને ધબકાર બની ગયો છે. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ ખેલૈયાઓના પગને ઠેકે-ઠેકે ગુંજતા ઝાંઝરના રણકારે અનોખુ વાતાવરણ સર્જાયુ હતું. પાંચમાં નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. આ તકે ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, દંડક મનિષ રાડિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, અરવિંદ રૈયાણી સહિતના અબતક સુરભી રાસોત્સવમાં પધાર્યા હતા.
રાસોત્સવમાં ખેલૈયાઓને લાખેણા ઇનામ અપાયા
જુનિયર પ્રિન્સેસ
ધમલ ધાર્મી
દિયા વ્યાસ
કેશવી સોની
વેલડ્રેસ
માહિ ફિચડીયા
જુનિયર પ્રિન્સ
અંશ પરમાર
ભવ્ય ગોંડલીયા
વિવાન પાટડિયા
વેલડ્રેસ
નક્સ રાણપરા
સિનિયર પ્રિન્સેસ
માધવી છાબડીયા
વૈદેહી રામાણી
મેઘા રૂપારેલીયા
જીલ કણસાગરા
વેલડ્રેસ
શિવાંગી ભટ્ટ



