ઓટો મેજરનો સીવી બિઝનેસ અને તેના સંબંધિત રોકાણો એક એન્ટિટીમાં રાખવામાં આવશે, જ્યારે પીવી બિઝનેસ અને તેના સંબંધિત રોકાણો અન્ય ફર્મનો ભાગ હશે.
દેશની ટોચની ઓટો કંપની ટાટા મોટર્સને તેમના નવા મોડેલ તેમજ ઈલેકટ્રીક વ્હીકલમાં મળેલી સફળતાના પગલે આગામી દિવસોમાં તે હવે પેસેન્જર અને કોમર્સીયલ વ્હીકલ માટે અલગ અલગ કંપનીઓ બનાવશે. ટાટા મોટર્સે હવે તેના કોમર્સીયલ વ્હીકલ માટે ટીએમએલ કોમર્સીયલ વ્હીકલ લી. નામની નવી કંપનીની જાહેરાત કરી છે જે 1 ઓકટોબર 2025થી ટાટા મોટર્સથી અલગ થઈ જશે.
- Advertisement -
જેમાં ટાટા મોટર્સના હાલના એકઝીકયુટીવ ડિરેકટર ગીરીશ વાઘને નવી કંપનીના મેનેજીંગ ડીરેકટરની જવાબદારી સોંપવામાં આવી છે અને નવી કંપનીને પુરી રીતે કોમર્સીયલ વ્હીકલનો બીઝનેસ સોંપી દેવાશે.
જયારે હાલ ઈલેકટ્રીક મોબીલીટીના હેડ શૈલેષ ચંદ્રાને ટાટા મોટર્સના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ પેસેન્જર અને ઈલેકટ્રીક વ્હીકલના બીઝનેસને સંભાળશે. જયારે ગ્રુપનાં ચીફ ફાયનાન્સીયલ ઓફીસર ડી.કે.બાલાજીને જેગુઆર લેન્ડરોવરની જવાબદારી સોંપાઈ છે અને તેના સ્થાને ધીમંત ગુપ્તા ચીફ ફાયનાન્સ ઓફીસર બનશે. આમ ટાટા મોટર્સના બે ભાગલા નિશ્ચિત થઈ ગયા છે.