ભક્તિ સાથે દેશભક્તિનો સંગમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
શહેરની પ્રતિષ્ઠિત સહિયર કલબ દ્વારા આયોજિત ’સહિયર રાસોત્સવ’માં ચોથા નોરતાની રાત્રે ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો અદ્ભૂત સમન્વય જોવા મળ્યો હતો. સહિયર કલબના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સતત 24 વર્ષની સફળતા બાદ 25મા વર્ષમાં પ્રવેશ કરેલા આ રાસોત્સવમાં માતાજીની આરાધનાની સાથે દેશપ્રેમની ભાવના પણ ઉજાગર થઈ હતી. ચોથા નોરતે 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સહિયરના વિશાળ પ્રાંગણમાં એક ભવ્ય લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં વિવિધ લેઝર ડિઝાઇનથી શોભિત થયેલો આ નઝારો પ્રેક્ષકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો, જેના કારણે દર્શકોમાં **’પૈસા વસૂલ’**ની લાગણી પ્રસરી ગઈ હતી. ડી.જે. અમર, ડી.જે. પુરોહિત અને વી.ડી.જે. નિક્સ દ્વારા ભગવા ગીતો પર લેઝર શોનો આનંદ કરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય રાસોત્સવને લાખો લોકોએ સહિયરની યુટ્યુબ ચેનલ પર તથા જી.ટી.પી.એલ. ચેનલ નંબર 551 પર જીવંત નિહાળ્યો હતો. સહિયરના મંચ પર ગરબા કિંગ રાહુલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં રાસની રમઝટ બોલાવી હતી. તેમણે સિક્સ સ્ટેપમાં છલડો, હેલો અને કરદી પેટર્ન પર માતાજીના ભેળીયા સાથે દેશભક્તિના ગીતો પર ખેલૈયાઓને જોશભેર ઝૂમાવ્યા હતા સાથે જ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના સુમધુર કંઠે ટીમલી અને ટીટોડા પર ખેલૈયાઓને રાસ રમાડીને તેમના દિલ જીતી લીધા હતા. સતત 25મા વર્ષે સહિયરના મંચનું સંચાલન ઉદ્ઘોષક અને ગાયક તેજસ શિશાંગીયાએ સંભાળ્યું હતું. ઝીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપ સાથે આંતરરાષ્ટ્રીય કલાકાર હિતેશ ઢાંકેચા તથા ઢાંકેચા બ્રધર્સની ટીમે તાલની જમાવટ કરી હતી. સહિયર રાસોત્સવને શુભકામના પાઠવવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોર્પોરેટરો હિરેનભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેમભા, શૈલેષભાઈ ડાંગર, ચેતનભાઈ રામાણી, જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા તેમજ ચીફ ફાયર ઓફિસર દવે સાહેબ અને ડેપ્યુટી ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા સહિત અન્ય મહેમાનોએ હાજરી આપી હતી. આ રાત્રિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને ’પ્રિન્સ-પ્રિન્સેસ’ જાહેર કરીને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શ્રેષ્ઠ ગ્રુપનું પ્રાઇઝ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા સહિત સહિયર કલબના તમામ આયોજકો અને સભ્યોએ આ ભવ્ય લેઝર શોને માણીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- Advertisement -
વિજેતાઓની યાદી:
કેટેગરી પ્રિન્સ પ્રિન્સેસ
સીનિયર નિખિલ ગોહેલ મહેક પૂંજાણી
સીનિયર અર્જુન આહીર ધ્રુવી ખેતીયા
સીનિયર મહેશ પરમાર માહી રાજદેવ
સીનિયર વેલડ્રેસ આયુષ માંડલીક તૃપ્તી ચૌહાણ
જુનિયર અક્ષિત રાઠોડ મહીમા મકવાણા
જુનિયર રુદ્ર અગ્રાવત સરગમ સોજીત્રા
જુનિયર વેલડ્રેસ મંથન, મીથિલ પ્રિયાંશી ગોહેલ



