ડૉ. શાહે રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન પણ કર્યું હતું
આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો
રાજકોટમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, રાજકોટ વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ’સેવા પખવાડિયા’ અંતર્ગત વિવિધ જનસેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમોમાં મેદસ્વિતામુક્ત અભિયાન અંતર્ગત યોગ શિબિર અને વિરાણી બહેરામૂંગા શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણીનો સમાવેશ થાય છે.
શિક્ષણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના, ક્ધયા કેળવણી યોજના, અને પ્રધાનમંત્રી યશસ્વી યોજનાના 275 લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું.
ૠજઝ સુધારાઓ વિશે માર્ગદર્શન આપવા માટે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સામાજિક સેવાના ભાગરૂપે, 175 જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત મિશન હેઠળ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોર્ડ-1માં 275થી વધુ મોટી ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. ’કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત નવા બોરની કામગીરીનું મુહૂર્ત કરવામાં આવ્યું.
આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો.
ડો. શાહે રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન પણ કર્યું હતું.
વધુમાં, 26 સપ્ટેમ્બરના રોજ મીનાબેન કુંડલિયા મહિલા કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો અને વીમા સખી માર્ગદર્શન કેમ્પ યોજાશે. ડો. શાહે જરૂરિયાતમંદ નાગરિકોને આ કાર્યક્રમોનો લાભ લેવા માટે અપીલ કરી છે.



