કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્ર સજ્જ
3.5 કરોડનો ખર્ચે 100 બેડની હોસ્પિટલ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના રાજકોટ શહેર અને જિલ્લા નબળો પડી ગયો છે. પરંતુ ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે રાજકોટ કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડા ત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન કરાયું હતું. જે સંદર્ભે સિવિલ હોસ્પિટલ ખાતે તેનો સામાન આવી જતા હવે આગામી દિવસોમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ નવી હોસ્પિટલનું આખુ પ્લેટફોર્મ 4થી 5 દિવસમાં ઉભુ કરવાનું શરૂ કરી દેવાશે.
જો કોરોનાકાળની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવા અંગે કાર્યવાહી શરૂ કરી લેવા અધિકારી વર્તુળોએ આદેશ આપ્યો છે. જો કોરોનાની ત્રીજી લહેર ન આવે તો પણ સાવચેતીરૂપે આ હોસ્પિટલ ઉભી કરી હાલ ચાલુ રખાશે. વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર-આઉટડોર પેશન્ટ તે સહિતની મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ થશે.