ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બાતમીના આધારે વેરાવળ ગ્રામ્ય તાલુકાના વાવડી (આદ્રી)ગામ ખાતે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરવામાં આવી હતી. આ છકડો રિક્ષામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો. જેમાં 249 કિલો ચોખા તથા 296 કિલો ઘઉં મળી આવ્યાં હતાં. જેથી કાર્યવાહી કરી છકડો તથા અનાજનો જથ્થો કુલ કિંમત રૂ.65011નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
સૂત્રાપાડા બંદરથી અનાજનો જથ્થો પકડી પાડતું તંત્ર
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાં ચોખા 150 કિલોગ્રામ, ઘઉં 100 કિલોગ્રામ તથા બાલભોગના પેકેટ નંગ-20 મળી આવતાં છકડો તથા અનાજનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 56,850/- નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથને રિપોર્ટ કરવામાં આવેલ છે.