ગુનાખોરીનો માર્ગ છોડી દેવા આપી અંતિમ ચેતવણી : પકડાશો તો જાહેરમાં સરઘસ કાઢીશું
ડ્રગ, ચરસ, ગાંજાની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી પોલીસ ઇનામ આપશે : એસપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ગુનેગારોને એકઠા કરી જિલ્લા પોલીસવડાએ અંતિમ ચેતવણી આપી છે તેમજ જિલ્લામાં ગાંજો, અફીણ, ચરસ, ડ્રગ્સ જેવા માદક પદાર્થોની બાતમી આપનાર વ્યક્તિઓનુ નામ ગુપ્ત રાખી તેમને ઇનામ આપવાની જાહેરાત પણ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી છે રાજકોટ જિલ્લા પોલીસવડાએ ગુનેગારોને સુધારવા માટે એક અભિગમ અપનાવ્યો છે દરેક પોલીસ અધિકારીઓને પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપતા ચકચાર મચી જવા પામી છે.
ગોંડલના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લાના કુલ 23 જેટલા પોલીસ સ્ટેશનોમાં દારૂ, જુગાર, ચોરી, લૂંટ, મારામારી, પાસા સહિતના ગુનામાં બે કે વધુ ગુનામાં સંડોવાયેલ ગુનેગારો પૈકીના 800માંથી 400 જેટલા ગુનેગારોને બોલાવી પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે સંબોધન કર્યુ હતુ. આ સાથે જ દારૂ, જુગાર, ચોરી, લૂંટ, મારામારી જેવા ગુનાઓ છોડી દેવા આદેશો આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શરીર સબંધી ગુનાઓ મારામારી, સમાજ, પરિવાર અને માનવ તરીકે શરમજનક હોવાનું કહ્યું હતુ તેમજ પ્રત્યેક ગુનેગારોને કાયદાકીય, કોર્ટ, કચેરી જેવી કાર્યવાહીમાં રૂપિયા 20 હજારમાં પડતી હોય છે જ્યારે ઘણા કેસો કોર્ટમા ચાલી જતા આરોપીને સજા થાય ત્યારે ગુનેગારની હાલત ખરાબ થતી હોવાનુ જણાવ્યુ હતું ગુનેગારોને સંબોધન કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યુ હતુ કે.જિલ્લાભરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટતો જોવા મળી રહ્યો છે ત્યારે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને પણ કડક પગલા ભરવાની સૂચના આપી હતી જે ગુનેગારો ગુન્હાખોરી છોડી દેશે તેમને પોલીસ દ્વારા ડીસ્ટબ પણ નહી કરવામાં આવે અને જે ગુનેગારો ગુનાખોરી છોડ્યા વિના વધુ ગુનો કરશે તો તેમની મિલ્કતો સહિતની તપાસ કરીને જાહેરમાં સરઘસ કાઢવાનુ પણ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતુ.
તો બીજી તરફ ગાંજો, ચરસ, અફીણ, ડ્રગ્સ જેવા એનડીપીએસના ગુનામાં લોકોને બાતમી આપવાની અપીલ પણ કરી હતી બાતમી આપનાર વ્યકિતનુ નામ ગુપ્ત રાખીને ઈનામ આપવામાં આવશે.