રાજકોટ કામદાર યુનિયન દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત સફાઈ કોન્ટ્રાકટ અભિયાન શરૂ
સફાઈ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સામે પગલાં લેવાય તેવી સફાઈ કામદાર યુનિયનના પારસ બેડિયાની માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ કામદાર યુનિયન દ્વારા લાંબા સમયથી ચાલતા સફાઈ કોન્ટ્રાકટરોના કૌભાંડો સામે હવે તંત્ર દ્વારા કડક પગલા ભરવાની શરૂઆત થઈ છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ શ્રી પારસ બેડીયા એ સફાઈ કોન્ટ્રાકટર જી.ડી. અજમેરાના એજન્સીમાં કોન્ટ્રાકટ બેઝ પર કામગીરી કરતા સફાઈ કામદારોને ચુકવવામાં આવતા લાભો જેવા કે, લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ, બોનસ તથા ડમી સફાઈ કામદારોને, રોકડમાં પગાર ચુકવવા વિગેરે સફાઈ કામદારોને મળતા લાભોમાં જી.ડી.અજમેરા એજન્સી દ્વારા ચાલતા કરોડો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ આજે ફરી એક વીડિયો વાયરલ કરી રાજકોટના ભાવનગર રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે સફાઈ કામદારોને રોકડમાં પગાર ચૂકવાતો હોય તેવો વીડિયો વાયરલ કર્યો છે. સફાઈ કામદારોને પગાર 12500 છે જ્યારે તેમને 6000 જ રોકડા રૂપિયા અપાય છે જ્યારે અન્ય 6500નો ભ્રષ્ટાચાર કરી રહ્યાનું સામે આવ્યું છે. પારસ બેડિયાના જણાવ્યા મુજબ સફાઈ કોન્ટ્રાક્ટર મયૂરસિંહ રાણા અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરના પગલા લેવાય તેવી માંગ કરી છે.