75માં જન્મદિવસે PM મોદીએ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન શરૂ કર્યું
75માં જન્મદિવસ પર, પીએમ મોદીએ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ ઝુંબેશ શરૂ કરી પીએમ મોદી આજે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના નાના શહેર વડનગરમાં થયો હતો.
- Advertisement -
આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે
વડાપ્રધાને પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, ‘મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા લઈને આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત જણાવી છે.’
પાકિસ્તાનની પરમાણુ ધમકી પર પીએમ મોદીની ચેતવણી
- Advertisement -
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, ‘આ નવું ભારત છે, તે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. આજે 17 સપ્ટેમ્બરે એક વધુ ઐતિહાસિક અવસર છે. આ દિવસે હૈદરાબાદની ઘટનાને અમર કરી દીધી છે. આજે જ દેશમાં સરદાર પટેલની ફૌલાદ જેવી ઈચ્છાશક્તિનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારતીય સેનાએ હૈદરાબાદને અનેક અત્યાચારોમાંથી મુક્ત કરાવી, તેમના અધિકારોનું રક્ષણ કરીને ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કર્યું. દેશની આટલી મોટી સિદ્ધિને દાયકાઓ વીતી ગયા, કોઈ યાદ કરનારું નહોતું. આપે મને તક આપી અને અમારી સરકારે તે ઘટનાને અમર કરી દીધી છે. અમે ભારતના એકતાના પ્રતીક એવા આ દિવસને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી છે.’
પીએમ મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કરતા કહ્યું કે, ‘આજે વિશ્વકર્મા જયંતિના દિવસે એક મોટી ઔદ્યોગિક શરૂઆત થવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ધારમાં થયો છે. આ પાર્કથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઊર્જા મળશે અને ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે. તેમજ યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર પણ મળી રહેશે.’
સ્વસ્થ નારી સશક્ત પરિવાર
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશની માતા અને બહેનોને સમર્પિત છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે, ‘એક પણ મહિલા, જાણકારી કે સંસાધનના આભાવે બીમારનો શિકાર ન બને.’