ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવનદીપ બ્લડ બેંકના લાભાર્થે યાત્રી સેવા દિવસ નિમિતે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા હીરાસર એરપોર્ટ ખાતે કાલે 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 8:30થી 12:30 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે બહોળી સંખ્યામાં રક્તદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી અને જીવનદીપ બ્લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોક્ટરની ટીમ માનદ સેવા આપશે.
કાલે હીરાસર એરપોર્ટ ખાતે રક્તદાન કેમ્પ



