હેલ્મેટને સ્વીકારનાર સૌ રાજકોટવાસીઓનો આભાર માનતા પોલીસ કમિશ્નર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટમાં ગઈકાલથી ફરજીયાત હેલ્મેટ અમલી થયા બાદ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા થઇ ગયા છે ત્યારે હેલ્મેટ કાયદાને શિરોમાન્ય ગણી હેલ્મેટ પહેરીને નીકળતા તમામ વાહનચાલકોનું પોલીસ સન્માન કરી રહી છે ત્યારે આ હેલ્મેટને સ્વીકારી લેનાર લોકોનો પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આભાર માન્યો હતો અને જે લોકો હજુ નથી પહેરતા તે લોકો દંડથી બચવા નહીં પરંતુ પોતાના જીવની સલામતી માટે હેલ્મેટ પહેરવા લાગે તેવી અપીલ પણ કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે દોઢેક મહિના પૂર્વે હેલ્મેટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને 8 સપ્ટેમ્બરથી સરકારના હુકમ મુજબ હેલ્મેટ ફરિજયાત પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ દોઢ માસ દરમિયાન હેલ્મેટ રેલી સહિતના ઘણા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા એ જે લોકો પાસે હેલ્મેટ ન હોય તે લોકો હેલ્મેટ ખરીદી શકે તે માટે પણ સમય આપવામાં આવ્યો હતો ખાસ કરીને હેલ્મેટ ન પહેરવાથી બે વસ્તુ થઇ શકે છે પ્રથમ પોલીસ દંડ કરે તે અને બીજી ઇફેક્ટ તેનાથી પણ વધુ અસરકારક હોય છે તે છે લોકોની સલામતી દ્વિચક્રી વાહન લઈને જતા વાહનચાલકોને કોઈ અકસ્માત થાય તો માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેમનું મૃત્યુ થવાની પણ શક્યતા રહેતી હોય છે પરંતુ જો હેલ્મેટ પહેર્યું હોય તો નાની મોટી ઇજા થાય છે અને માથું સલામત રહેતું હોવાથી હાર્ડ ઇન્જરીથી બચી શકાય છે કોઈ કામે જતા પરિવારના મોભીનું જો અકસ્માતથી મોત થાય તો તે પરિવાર નોધારો બની જતો હોય છે જેથી હેલ્મેટ પહેરવું જરૂરી છે ઘણા લોકોએ હેલ્મેટ પહેરવાયુ શરુ કરી દીધું છે તે તમામ રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો અને હજુ પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે લોકો પોતાની અને પોતાના પરિવારનું વિચારીને હેલ્મેટ પહેરવા લાગે તેવી અપીલ કરી હતી.