સંચાલક, દલાલ સહિત પાંચની ધરપકડ : ગ્રાહકો પાસેથી 2500 લઈને લલનાઓને 1000 આપતા
સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર બંધ કરાવ્યા બાદ હવે હોટલો સામે પોલીસની લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે ત્યારે હવે આ પ્રકારના ગેરકાયદે ધંધા હોટલોમાં પણ ધમધમતા હોય પોલીસે લાલ આંખ કરી છે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં દરોડા પાડવાની કામગીરી શરુ કરી છે ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી 5 માસથી ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરી સંચાલકો,મેનેજર દલાલ સહીત પાંચ શખસોને પકડી લઈ તેની સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધવતા આરોપીઓની પુછતાછ કરતા તે ગ્રાહકો પાસેથી 2500 રૂપીયા લઈને રૂપજીવીનોઓને 1000 આપતા હોવાનુ જાણવા મળ્યું છે.રાજકોટના ગોડલ રોડ પર હોટલ વેલ્વેટમાં દલાલો મારફતે બહારથી ગ્રાહકો બોલાવી સંચાલકો દ્વારા કુટણખાનુ ચલાવવામાં આવતું હોવાની સચોટ બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ ભાર્ગવસિંહ જનકાંત સહીતની ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો અને દેહ વ્યાપારમાં ધકેલાયેલી અન્ય રાજ્યની યુવતીઓને મુકત કરાવી હતી પોલીસે હોટલ સંચાલક હરીશ વેજાભાઈ ખાવડુ, પ્રવિણ નાઘેરા, મેનેજર કિશન કારાભા માણેક, વેઈટર રાહુલ જયસુખભાઈ મારૂ અને દલાલ જીતેન્દ્ર ચંદુભાઈ રાઠોડ વિરુદ્ધ ઇમોરલ એક્ટ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તમામની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પુછતાછમાં છેલ્લા પાંચ માસથી દલાલ મારફતે બહારથી ગ્રાહકો બોલાવી ગ્રાહક પાસેથી 2500 લઈને યુવતીઓને 1000 આપતા હોવાનું અબે બાકીના 1500માં સંચાલક અને દલાલનો ભાગ પડતો હોવાનું જાણવા મળ્યું છે.
સ્પાની આડમાં ચાલતા લોહીના વેપલાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પર્દાફાશ કર્યા બાદ હવે હોટલોમાં ધમધમતા આ પ્રકારના કુટણખાના સામે લાલ આંખ કરી છે.



