લોધીકા પોલીસે આજીવન કેદના આરોપીને કર્યો જેલભેગો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોધીકા પોલીસ સ્ટેશનમાં હત્યા અને હથિયાર સહિતના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયેલા આરોપીને લોધીકા પોલીસે નોંઘણચોરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લઇ જેલભેગો કરી દીધો છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગર્જર દ્વારા નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ ફરાર કેદીઓને પકડી પાડવા આપેલી સુચના અન્વયે ડીવાયએસપી કે.જી.ઝાલા, ગોંડલના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.આર.ડામોર તથા સ્ટાફને બાતમી મળી હતી કે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી લોધીકાના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કામના કેદી ઇશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઇ અબુભાઇ જોબણ ઉ.-65 રહે-અનીડા વાછરા તા-કોટડા સાંગાણી જી-રાજકોટ વાળો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી તા-24/06/2025ના રોજ દસ દિવસની પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયો છે અને હાલ તે નોંઘણચોરા ગામના બસ સ્ટેન્ડ પાસે છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી ઇશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઇ અબુભાઇ જોબણની ધરપકડ કરી જેલભેગો કરી દીધો છે.