કસ્તુરી એવીયરી કા રાજાનું સાતમાં દિવસે સોસાયટીના કોમન પ્લોટમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. અંબિકા ટાઉનશીપ નાના મહુવામાં આવેલા કસ્તુરી એવીયરી કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે કસ્તુરી એવીયરીના ભાવિકો દ્વારા ભારે હૈયે બાપાને વિદાય આપવામાં આવી હતી અને વિધિ સાથે સોસાયટીના કોમન પ્લોટમાં જ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. કોમન પ્લોટમાં 10 બાય 10નો ખાડો કરીને સોસાયટીના ભાવિકો દ્વારા ફરી આવતા વર્ષે જલ્દી પધારજોના ભાવ સાથે ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.



