એ ડિવિઝન પોલીસે રાતોરાત ત્રણ ટપોરીને દબોચી લઇ કરાવ્યું કાયદાનું ભાન
સ્કૂટર અથડાવા જેવી નજીવી બાબતે હુમલો કરનાર પાસે પોલીસ કરાવશે રી-ક્ધસ્ટ્રક્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સામાન્ય બાબતોમાં લોકો મારામારી ઉપર ઉતરી આવતા હોય છે ત્યારે ગત રાત્રે ગોંડલ રોડ ઉપર વાહન અડી જવા મુદે ટોળકીએ યુવકને આંતરી ધોકા લાકડી છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા કાયદેસર ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને રાતોરાત ત્રણ આરોપીને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું બપોર બાદ આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈ પોલીસ રી ક્ધસ્ટ્રક્શન કરાવશે.
- Advertisement -
રાજકોટના રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરીયા ઉ.30 નામનો યુવક રાત્રે વિજય પ્લોટ તરફ જતો હતો ત્યારે પાછળથી અજાણ્યા ઈસમે સ્કુટરને ઠોકર મારતા જેથી યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખસે તેના અન્ય સાગરીતોને બોલાવી રવિ સાથે ઝઘડો કરી ધોકા, લાકડી અને છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હુમલાખોરો નાસી જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા એ ડિવીઝન પોલીસ મથકના પીઆઈ બી વી બોરીસાગર સહિતનો કાફલો દોડી ગયો હતો અને રાતોરાત ત્રણ આરોપીઓને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું જાહેરમાં રોફ જમાવી ભયનો માહોલ સર્જી દેનાર ત્રણેયને બપોર બાદ ઘટનાસ્થળે લઇ જઈ પોલીસ રી ક્ધસ્ટ્રક્શન કરાવશે.



